Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

શુક્રવારે દિવસ અને રાત સરખા

શનિવારથી ક્રમશઃ દિવસ ટુંકો અને રાત્રી લાંબી થતી જશે ઃ શરદ સંપાતની આ ખગોળીય ઘટનાનું સૌ કોઇએ અવલોકન કરવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૨૧: આગામી શુક્રવાર તા. ૨૩ સપ્ટેમ્બરથી દિવસ અને રાતનો સમય સરખો થશે. બાદમાં શનિવારથી દિવસ ટુંકો અને રાત્રી લાંબી થતી જશે. ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં આ અંગે વિશ્લેષણ કરતા જણાવાયુ છે કે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ ગત ૨૧ મી માર્ચે દિવસ અને રાત સરખા હોવાનો અનુભવો કર્યો હતો. ત્યાર પછી આગામી તા. ૨૩ સપ્ટેમ્બરે ફરી દિવસ રાત સરખા જોવા મળશે. બન્નેની અવધી ૧૨- ૧૨ કલાકની હશે. આ ખગોળીય ઘટના વસંત સંપાત પછી શરદ સંપાત ઘટનાનું રસ ધરાવતા સૌકોઇએ અવલોકન કરવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી રાજકોટ (મો.૯૮૨૫૨ ૯૪૨૬૯) ની યાદીમાં જણાવાયુ છે.

(1:50 pm IST)