Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

દૂધસાગર રોડ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં દારૂની ૩૬ બોટલ સાથે અસ્‍લમ પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૂનો જથ્‍થો મળી રૂા. ૧૩ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૧ : દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૬ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં દારૂનો જથ્‍થો હોવાની ક્રાઇમ બ્રાંચ કોન્‍સ. રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા ટીમ સાથે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર બ્‍લોક નં. એલ-૮૪ કવાર્ટર નં. ૫૨૦માં દરોડો પાડી રૂા. ૧૩૫૦૦ની કિંમતની દારૂની ૩૬ બોટલ સાથે કવાર્ટરમાં રહેતો અસ્‍લમ હાસમભાઇ જીંદાણી (ઉ.૩૨)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આ કામગીરી પી.આઇ. વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, હેડ કોન્‍સ. હરદેવસિંહ, પ્રદિપસિંહ, કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ, રણજીતસિંહ અને ધર્મેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:28 pm IST)