Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ભાજપ અનુ.જાતી મોરચાની વર્ચ્યુઅલ બેઠક

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચા દ્વારા દેશભરમાં વસ્તી સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અભ્યક્ષ જે.પી.નડ્ડાજી દ્વારા રાષ્ટ્રીય અનુ.મોરચાને વર્ચ્યુઅલ સંબોધન કરાયું હતું. અને વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પડાયુંહતું. આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજકોટ મહાનગરમાંથી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી વજુભાઇ લુણસીયા, કોર્પોરેટર રણજીતભાઇ સાગઠીયા સહીતના જોડાયા હતા.

(3:31 pm IST)