Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ખોટા વાદ વિવાદ ઉભા કરતાં લોઢીયા પિતા-પુત્ર વિરૂધ્‍ધ સ્‍વાતિ લેન્‍ડ ડેવલોપર્સના ગોપાલભાઇ પટેલની રજૂઆત

નિલકંઠ પાર્કની કરોડોની જમીનના વિવાદ મામલે પત્રકાર પરિષદ યોજી વિગતો જણાવી

રાજકોટઃ વડોદરા રહેતાં અને રાજકોટમાં સ્‍વાતિ લેન્‍ડ ડેવલોપર્સ પ્રા.લિ. કંપનીના ડિરેક્‍ટર ગોપાલભાઇ કરસનભાઇ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્‍યું હતું કે રાજકોટની નિલકંઠ પાર્કની જમીન વડોદરાના સિનીયર જજશ્રીના કેસ નં. ૩૦૩/૨૦૦૦ના હુકમને આધીન છેલ્લા બાવીસ વર્ષથી રજીસ્‍ટર્ડ વેંચાણ દસ્‍તાવેજ સાથે મારા સ્‍વતંત્ર કબ્‍જા ભોગવટાની અને મારી માલિકીની છે. આજીમન કોઠારીયા રોડ પર આવેલી છે. રાજકોટના ટાઉન પ્‍લાનીંગ ટી.પી. સ્‍કીમ નં. ૬ ફાઇનલ પ્‍લોટ નં. ૧૦૨ જમીન ચોરસવાર આશરે ૧૮૦૦૦ ચોરસ મીટર ઉપર આવેલ પાકા બાંધકામ સાથેના મકાનો ઉપર આજની તારીખ સુધીના તમામે તમામ પાકા રજીસ્‍ટર્ડ વેંચાણ દસ્‍તાવેજ માલિકી હક્કના આધાર પુરાવા સાથે મારા સંપુર્ણ કબ્‍જામાં છે. આમ છતાં આ જીમન ઉપર રાજકોટના ચંદ્રપ્રભા ડેવલપર્સના ડાયરેકટર વજુભાઇ ટપુભાઇ લોઢીયા તેમજ તેના પુત્ર મયુરભાઇ વજુભાઇ લોઢીયા કોઇપણ જાતથના આધાર પુરાવા વગર ગેરકાયદેસરના ધોરણે ખોટા વાદ વિવાદ તેમજ રાજકોટની નામદાર કોર્ટમાં ખોટા દાવાદુવી ઉભા કરી દિવાની દાવાઓ દાખલ કરેલ છે. જે હાલ કોર્ટમાં પેન્‍ડીંગ છે. અમોએ નામદાર અદાલતનો મનાઇ હુકમનો અનાદર કરી કોઇપણ પ્રકારે કોર્ટ ઓફ કન્‍ટેમ્‍ટની કાર્યવાહી કરેલ હોઇ તો અમારા ઉપર સંપુર્ણ કાર્યવાહી કરવાની સત્તા અદાલતને છે. અમોને તમામ પ્રકાર તે શીરોમાન્‍ય રહેશે. આમ છતાં અદાલતને ગેરમાર્ગે દોરવા તેઓના વકિલો મારફત ખોટી રીતે ચંદ્રપ્રભા ડેવલપર્સના ડિરેક્‍ટર અને તેના પુત્ર તેમજ તેમના વકિલો માધ્‍યમોને આધારે અમને બદનામ કરી મારી જમીન પર હક્ક ઉભો કરવા અફવા ફેલાવે છે. આ કારણે અમારે દસ્‍તાવેજી પુરાવા સાથે હકિકત તમામ લોકોને ધ્‍યાને મુકવાની ફરજ પડી છે. તેમ વધુમાં ગોપાલભાઇ પટેલે જણાવી ન્‍યાયી કાર્યવાહી થાય તેવી આશા વ્‍યક્‍ત કરી હતી. તસ્‍વીરમાં ગોપાલભાઇ પટેલ સાથે તેમના એડવોકેટ લલીતભાઇ લખતરીયા સહિતના નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)