Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઘરેલુ હિંસા અત્યાચારના કેસમાં પતિને ૧૭ દિવસની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ,તા. ૨૧ : ઘરેલુ હિંસા અત્યાચારના કેસમાં પતિને અદાલતે ૧૭ દિવસની સાદી કેદની સજા ફટકારી હતી.

આ કેસની હકીકત એવી છે કે, અરજદાર હિના વા/ઓ સાહીલભાઇ લાલાણીએ તેમના પતિ સામે ઘરેલુ સ્ત્રી અત્યાચારનો કેસ દાખલ કરતા હિના લાલાણી તથા સગીર પુત્ર રહે. રાજકોટનું વચગાળાનું ભરણપોષણ અરજદાર નં. ૧ ને રૂા. ૫,૦૦૦ તથા પુત્ર સેહાનના રૂા. ૩,૦૦૦ તેમ મળી રૂા. ૮,૦૦૦ નો હુકમ કરેલ. તેમાં સામાવાળા સોહીલ સુલતાનભાઇ લાલાણી (રહે. છાછર કોડીનાર) કોર્ટમાં હાજર થતા ચડત ભરણપોષણ રૂા. ૧૧,૦૦૦ ભરવા કોર્ટે હુકમ કરેલ છે. જે કોર્ટની સમક્ષ રૂપિયા ભરવાની અસમર્થતા દેખાડતા કોર્ટે અરજદારના પતિ સોહીલ સુલતાનભાઇ લાલાણીને ૧૭ દિવસની સાદી સજાનો હુકમ કરેલ છે.

આ કેસમાં અરજદારો વતી એડવોકેટ શ્રી બકુલ રાજાણી, કોમલ વી.રાવલ, પ્રકાશ પરમાર, વિજયસિંહ ઝાલા, ઇન્દ્રવિજયસિંહ રાઓલ રોકાયેલા હતા.

(3:42 pm IST)