Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ટીમ મોદી સપોર્ટર એસોસિએશનમાં ઇલાબેન અગ્રાવત રાજકોટ જીલ્લા પ્રમુખ નિમાયા

રાજકોટઃ ટીમ મોદી સપોર્ટર એસોસિએશન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રીમતી ચંદેલ દક્ષાબેન તેમજ રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીમતી ગીતાબેન મોદી તેમજ રાષ્ટ્રીય સંગઠન મંત્રી કાંતિલાલ પરમાર સાથે ચર્ચા વિચારણા કરીને રાજકોટ નાં શ્રીમતી ઇલાંબેન અગ્રાવતની રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ મહિલા સુરક્ષા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભારતમાં રાજકોટ જિલ્લાના સહ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. મહિલા સશકિતકરણ અને જાગૃતિ માટે ટીમ મોદી સપોર્ટર એસોસિએશનમાં રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે વરણી થતાં તેમને શુભેચ્છાઓ મળી રહી છે. (૧૪.૮)

(3:43 pm IST)