Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

યુનિ. રોડ પરની ઋષિકેશ અને પેરેમાઉન્ટ સૂચિત સોસાયટીને નિયમીત કરોઃ બધા કાગળો આપેલા છેઃ નહી તો મતદાન બહિષ્કાર

કલેકટર કચેરીએ રપ૦ થી ૩૦૦ લોકો ઉમટી પડયાઃ સૂત્રોચ્ચારઃ આવેદન પાઠવાયું : ઋષીકેશ અને પેરેમાઉન્ટ સોસાયટીના લોકોએ સૂચિત નિયમીત કરવા કલેકટર કચેરીએ આવેદન પાઠવી યોગ્ય નહી થાય તો મતદાન બહિષ્કારની જાહેરાત કરી હતી.

રાજકોટ તા. ર૧ : યુનિ.રોડઉપર ઋષિકેશ સોસાયટીમાં રહેતા રપ૦ થી ૩૦૦ લોકોએ આજે સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી રૈયા સર્વે નં. ૩૧૮/પૈકી ઓ.પી.૮૭ ટીપી નં.૧૬ આવેલ સુચિત સોસાયટી નિયમીત કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, સરકાર તરફથી સુચિત સોસાયટી નિયમીત કરવા જાહેર પ્રસિધી તથા અમોએ આ સોસાયટી નિયમીત થાય તે માટે તા.૧/૧/ર૦૧૮ થી અધિકારીનો સંપર્ક કરી લેખીત તથા મૌખીક રજુઆત કરેલ ઉપરાંત જે તે અધિકારીએ જે કઇ ખુટતા કાગળો માગેલ તે અમોએ પુરા પાડેલ હતા.

આ ઉપરાંત અધિક્ષક સચિવ શ્રી શહેરી ગૃહ નિમાર્ણગુજરાત રાજય ગાંધીનગર તરફથી હુકમ ક્રમાંક ટી.પી.એસ./૧૬/ રૈયા/ કલમ ૬૭ (એ) વિભાજની મંજુરી ફાળવણી પત્રક અને વિભાજ દર્શાવતા નકશા રાજકોટ કલેકટર અને અન્ય ૧૦ ઓફિસરોને મોકલી આપેલ છે (જેની ઝેરોક્ષ સામેલ છે) આ ઉપરાંત તા.પ/૯/ર૦રર ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા મહેસુલ વિભાગમાં પણ લખેલ છે.

તમામ કાગળ ઉપરની કાર્યવાહી પુર્ણ થઇ ગયેલ હોવા છતા આજ સુધી હજુ અમારી સોસાયટી ઋષિકેશ સોસાયટી તથા પેરેમાન્ટ પાર્ક નિયમિત ન થતા આપને અમો બધા સોસાયટીના રહેશો આવેદન પત્ર આપીએ છીએ અમારી રજુઆત અને માંગણી ઉપર ધ્યાન આપી આગામી ધારાસભાની ચૂંટણી પહેલા યોગ્ય કરશોજી.

જો આગામી ચૂંટણી પહેલા અમારી આ સોસાયટીઓ નિયમિત નહી થાય તો ઉગ્ર આંદોલન અને ધરણા કરી આ સોસાયટીના બધા મતદારો મતદાનનો બિહષ્કાર કરશે જેની ખાસ નોંધ લઇ સરકાર સુધી અમારી લાગણી અને માંગણી પહોંચાડસો તેવી વિનંતી છે

(3:48 pm IST)