Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

શનિવારે જિલ્લા પંચાયતના પેન્‍શનર કર્મચારીઓની બેઠક

૭ર વર્ષ પૂરા થઇ ગયા હોય તેનું સન્‍માન

રાજકોટ તા. ર૧ : જિલ્લા પંચાયત-રાજકોટના વર્ગ ૩ અને ૪ ના પેન્‍શનર કર્મચારીઓની મિટીંગ આગામી તા. ર૪ શનીવારે સવારે ૧૦ કલાકે જિલ્લા પંચાયત-રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
મિટીંગમાં જે પેન્‍શનર કર્મચારીને ૭ર વર્ષ પુરા થઇ ગયેલ હોય તેમનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવશે આથી જેમને ૭ર વર્ષ પુરા થઇ ગયેલ છે તેવા કર્મચારીઓશ્રીએ પોતાની વિગત શ્રી સાદીકોટભાઇને તેમના મો. ૯૮૯૮૧ ૦૬ર૪૩ ઉપર અગાઉથી આપવા જણાવાયું છે.

 

(3:50 pm IST)