Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ભાજપ યુવા મોરચા દ્વારા વોર્ડ નં. ૯માં રક્‍તદાન કેમ્‍પ

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના જન્‍મદિવસ અંતર્ગત પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યા વડે ‘સેવા પખવાડિયા' તરીકે ઉજવવામાં આવી રહયુ છે તે અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના સુચના મુજબ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના તમામ વોર્ડમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજવામાં આવેલ, તે અંતર્ગત શહેરના વોર્ડ નં ૯ માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયાએ આ દિપપ પ્રાગટય કરી રક્‍તદાન કેમ્‍પનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ તકે વિક્રમ પુજારા, પુષ્‍કર પટેલ, ડો.જૈમનભાઈ ઉપાઘ્‍યાય, જીતુભાઈ કાટોળીયા, પ્રદિપ નિર્મળ, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાઘ્‍યાય, પ્રવીણભાઈ સેગલીયા સહીતના ઉપસ્‍થિત રહયા હતા.

(3:51 pm IST)