Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રેસકોર્ષ પાર્કમાં રાજેન્‍દ્રસિંહ ગોહીલ દ્વારા પારિવારિક પ્રાચીન ગરબીનું આયોજન

 રાજકોટ તા.૨૧: રેસકોર્ષ ર્પાકમાં બાળ માનસને છેલ્‍લા ૨૨ વર્ષથી ધર્મ-ભારતની પરંપરાગત સંસ્‍કૃતિ તરફ અભિમુખ કરાઇ રહયા છે. પ્રાચીન ગરબીમાં આશરે ૭૦ બાળાઓ ચાચર ચોકમાં માતૃવંદના કરે દાંડીયા, કરતાલ, બેડા,  દિવડા, ટિપ્‍પણી, ખંજરી, મંજરી, માંડવા વગેરે સાધન સામગ્રી વડેમાં અંબાની ભકિત કરી, ગુણગાન ગાઇ માને રીઝવવાનાં સ્‍તુતિમય પ્રયાસો કરાય છે. નવરાત્રીના નવે-નવ દિવસ ગરબીમાં ભાગ લેતી તમામ બાળાઓ, કાર્યકરો તથા આયોજક ભાઇ બહેનોને રેસકોર્ષ પાર્ક પરિવાર તરફથી શુધ્‍ધ, સાત્‍વિક અને પોષ્‍ટિક નાસ્‍તો પ્રસાદ સ્‍વરૂપે આપવામાં આવે છે.

અંતિમ દિવસે બાળાઓને લાણી આપી પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રાજેન્‍દ્રસિંહ ગોહિલ(૯૮૨૫૧ ૬૨૨૩૫)નાં કુશળ માર્ગદર્શન હેઠળ ગીતાબા ગોહીલ, હીનાબેન સંઘવી, રીટાબેન દોશી, પારૂલબેન જીવરાજાની, કિંજલબેન, ભુવનેશ્વરીબા ગોહીલ, એડવોકેટ રોહીતભાઇ ધોળકીયા, મહેશભાઇ ત્રિવેદી, રાજુભાઇ વિડજા, નિલેશભાઇ બગડાઇ, જગદીશભાઇ સોનેજી, ઉદયસિંહ રાઠોડ, સંગ્રામસિંહ રાઠોડ, બાબુભાઇ પટેલ વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:56 pm IST)