Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સીંગતેલમાં વધુ ૧૫ રૂા. તૂટયા

રાજકોટ, તા.૨૧: સીંગતેલમાં બીજા દિવસે પણ ઘટાડાનો દોર યથાવત રહ્યા છે. આજે વધુ ૧૫ રૂા.તૂટયા છે.
સ્‍થાનીક બજારમાં સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં નવી સ્‍થાનીક બજારમાં મગફળીની આવકો શરૂ થયાના અહેવાલે સીંગતેલમાં આજે વધુ ૧૫ રૂા. ઘટયા હતા. સીંગતેલ લૂઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૬૩૫ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૬૫૦ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૮૦૦ની ૨૯૦૫ રૂા. હતા. તે ઘટીને ૨૭૮૫ની ૨૮૯૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. બે દિ'માં સીંગતેલમાં ૩૦ રૂાનો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. બપોર સુધીમાં અન્‍ય ખાદ્ય તેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.આગામી દિવસોમાં સીંગતેલમાં હજી પણ ભાવો ઘટશે તેવો વેપારીઓએ નિર્દેશ આપ્‍યા હત.

 

(3:57 pm IST)