Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વોર્ડ નં. ૧૦ માં યુવા ભાજપ દ્વારા મહારકતદાન કેમ્પ

શહેરના વિવિધ સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. વોર્ડ નં.૧૦ માં પણ મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. ૧૦ માં અમૃતનગર હોલ, જયોતીનગર ચોક ખાતે યોજાયેલા રકતદાન કેમ્પમાં શહેર ભાજપના અગ્રણી અંજલીબેન રૂપાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, શિક્ષણ સમીતીના વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, નીતાબેન વઘાસીયા, ભાજપ અગ્રણીઓ મહેન્દ્રસિંહ ચુડાસમા, મનીષ ડેડકીયા, ધર્મેન્દ્રભાઇ ભગત, મહેશભાઇ ચૌહાણ, ગીરીરાજસિંહ જાડેજા, હિંમતસિંહ ડોડીયા, જયસુખભાઇ બારોટ, ભરતસિંહ જાડેજા, રત્નદિપસિંહ જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ વીણાબેન મહેતા, સંગીતાબેન ચૌહાણ, મયુરીબેન ભાલારા, તરૂબેન શેઠ, ભાવનાબેન સોજીત્રા, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સંજયભાઇ વાઘર સહીતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તથા વોર્ડ નં. ૧૦ યુવા ભાજપના પ્રમુખ હર્ષદિપસિંહ જાડેજા, મહામંત્રી જયભારત ધામેચા, ઉપપ્રમુખ ભવદિપસિંહ વાઘેલા, જય ધામેશિયા, નિશાંત રાવલ, જયરાજસિંહ, પાર્થ જોબનપુત્રા, પાર્થ ગોહેલ તેમજ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પોલીસી એન્ડ રીસર્ચના કન્વીનર વ્યોમ વ્યાસ સહીતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)