Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

માનવ સેવાના આજીવન પુજારી સંત શિરોમણી પૂ. ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના નામે દક્ષિણ ગુજરાતના વાંસદા (નવસારી)માં ચાલતી આંખની હોસ્‍પીટલની અનન્‍ય સેવા પ્રવૃતિની ઝલક

પૂ. ગુરૂદેવના પરમ ભકત આ સેવા સંસ્‍થાના સ્‍થાપક ડો. કિર્તિકુમાર વૈદ (કનુમામા)એ પૂ. ગુરૂદેવના આદેશને સ્‍વીકારી ૧૯૬૮માં મહાનગર : મુંબઈ કાયમી છોડી દક્ષિણ ગુજરાતના અતિ પછાત વાંસદા વિસ્‍તારમાં માનવ સેવાના બીજ રોપેલને પ૦ વર્ષ સુધી અવિરત સેવા કરેલ : વાંસદા અને સરહદથી જોડાયેલ મહારાષ્‍ટ્ર રાજયના ત્રણ જીલ્લાની ગરીબ આદિવાસી પ્રજા આ આંખ હોસ્‍પીટલની નીઃશુલ્‍ક ઓપરેશન દર્દી અને તેના સાથીને મફત ભોજન અને રહેઠાણની સેવાનો લાભ મેળવે છે : સને. ૧૯૯૯ માં પૂ. ગુરૂદેવનું નામ જોડી વાંસદા ખાતે આંખની હોસ્‍પીટલ ઉભી કરેલ જેમાં આધુનીક સીસ્‍ટમથી નીઃશુલ્‍ક મોતીયાના ઓપરેશન અને આંખના અન્‍ય રોગની ગરીબ-આદીવાસી પ્રજાની અવિરત સેવા ચાલે છે : માનવ સેવાનો આરંભ આ પછાત વિસ્‍તારમાં વ્‍યાપક પ્રમાણમાં ચાલતી ધર્મ પરીવર્તન પ્રવૃત્તિને રોકવાથી કરેલ : રાજકોટના સેવાભાવી અનેક ગુરૂભાઈ બહેનો વાંસદા જઈ તન મન ધનથી આ માનવ સેવામાં જોડાઈ આનંદને સંતોષ મેળવે છે

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ  શ્રી  તખુભા રાઠોડ  પૂ. ગુરૂદેવ દેવના નામે  દક્ષિણ  ગુજરાતના  પછાત  આદિવાસી વિસ્‍તાર મુ.  વાંસદા જી.  નવસારી  ખાતે  ચાલતી  આંખ  હોસ્‍પીટલની  અતિ  ઉમદા  સેવા પ્રવૃતીની  સંકલન  માહિતિ  રજુ  કરતા  જણાવે  છે.

ભારત  ભુમીની  અતિ પ્રાચીન  સંસ્‍કૃતી અને  સનાતન  ધર્મમાં  ગરીબ  માનવ  સેવાનો એક  અનેરો  ઈતિહાસ  છે  દેશના  વિવિધ ધર્મસંપ્રદાયો  વખતો વખત  અને  કેટલાક  કાયમી  વિવિધ  માનવ સેવા  કાર્યથી  જોડાયેલા  છે.  નાત- જાતના  ઉચ  નીચના ભેદભાવ  વગર  ચાલતા  વિશાળ માનવ સેવા  કાર્યની  સમગ્ર  વિશ્‍વમાં  નોંધ  લે  છે.

સમગ્ર દેશમાં  વિવિધ ધર્મના સંપ્રદાયના અગણીત સાધુ સંતો  મહાત્‍માઓ  સનાતન  હિન્‍દુ  ધર્મના  પ્રચાર- પ્રસાર  સાથે  સંસ્‍કૃતિના  રક્ષણ  માટે  સતત  અથાગ  પ્રયાસ  કરે  છે સાથોસાથ  માનવ  સેવાના  કાર્ય  કરે છે

સમગ્ર  દેશના અગણિત  વિવિધ  સાધુ  સંતો  મહાત્‍માઓ એ  વચ્‍ચે  દેશમાં  એક  એવા  સાદા  સરળ  અને  અતિ  દિવ્‍ય  આત્‍માવાળા  સંત  શિરોમણી  અવતાર  પામેલ  જેનું  નામ  છે  પ.પૂ. શ્રી  રણછોડદાસજી  મહારાજ  જેને  સમગ્ર  જીવન  ધર્મ  ભકિત  અને વધુમાં વધુ ગરીબોને  દર્દી  નારાયણની  વિવિધ  સેવા  કાર્યમાં  અર્પણ  કરેલ. જેથી  દેશ  અને  દુનીયામાં  આ સંત ગરીબોના  બેલી  અને  માનવ  સેવાના આ જીવન ભેખધારી  સંત  શીરોમણી  શ્રી  રણછોડદાસજી  બાપુના  નામે  ઓળખે  છે અને કરોડો  લોકોના  હદયમાં  સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે. જેઓ  આ જીવન શીષ્‍ય ગાદીપતી પરંપરાથી  ખુબ  જ  દુર  રહેલ  તેઓ  તેમના  ભકત પરિવારને સ્‍પષ્‍ટ જણાવતા  માનવ  સેવા  કરતો  દરેક  માનવી  મારો સેવક  શીષ્‍ય  છે  જયા  માનવ સેવા  થાય  છે  ત્‍યાં  મારી  ગાદી છે  માનવ  સેવા  એ જ પ્રભુ  સેવા  છે  માનવ  સેવા  એજ  મારો  સંપ્રદાય  છે.

તેઓ  ભવ્‍ય  મંદીરો  આશ્રમ  બનાવવામાં  બીલકુલ  રૂચી  ન રાખતા  તેમનો  મંત્ર  હતો  ઈંટ પર ઈંટ મત  લગાવો  પણ  રોટી  પર  રોટી લગાવો

પૂ. ગુરૂ  મહારાજના  અપાર  આર્શીવાદથી  દેશના  વિવિધ ભાગમાં અનેક માનવ  સેવા ટ્રસ્‍ટ થી  સેવા પ્રવૃતી ચાલે  છે  જેમાં  મુખ્‍ય  ચીત્રકુટ (યુપી.)  રાજકોટ  અંનતપુર (એમ.પી.)  પુષ્‍કર  (રાજસ્‍થાન)  અને  દક્ષિણ  ગુજરાતના  અતિ પછાત  આદીવાસી  વિસ્‍તાર  વાંસદા  જી.  નવસારી  છે.

દક્ષિણ  ગુજરાતના  વલસાડ  ડાંગ  અને  અન્‍ય  આદીવાસી  વિસ્‍તાર  ખુબ  જ  ગરીબ  અજ્ઞાન  અંધ શ્રઘ્‍ધામાં ડુબેલ  જેમાં  વાંસદા અને તેની  આજુબાજુના  વિસ્‍તારમાં  એક  સમયે  ખુબ  જ  ગરીબીને  કારણે ધર્મ પરિવર્તન  પ્રવૃતી  ખુબ  જ  ફાલેલી  પૂ. ગુરૂદેવ  આ  વિસ્‍તારના  ગરીબોની  વેદના અને  ધર્મ પરીવર્તન  પ્રવૃતીથી  વાકેફ થતા  તેમને  તેમના  અનન્‍ય  કૃપા પાસ  શીષ્‍ય  અને  દેશના  પ્રસિઘ્‍ધ  વેપારી શ્રી  અરવિંદભાઈ  મફતલાલને  આ  ગરીબ પછાત  વિસ્‍તારમાં  ગરીબોની  સહાય  કરવા  એક  કેન્‍દ્ર ચાલુ  કરવા  સુચન કરેલ  ને શ્રી  અરવિંદભાઈ  તેનો  તુર્ત  જ અમલ કરેલ  આ  સમય ગાળામાં મુળ  વાંસદાના પણ  વર્ષોથી  મુંબઈમાં વસવાટ  કરતા  અને  માનવ  સેવાના  હીમાયતી  ડો.  કિર્તીકુમાર વૈદ  પૂ. ગુરૂજીના  સંપર્કમાં  આવેલ  ગુરૂ  મહારાજે  ડો.  કિર્તિકુમારની  સેવા  ભાવનાના  વિચારો પારખી  તેમના  મુળ વતન  વાંસદામાં  માનવ  સેવા શરૂ  કરવા સુચન કરેલ અને  ડો. શ્રી  કિર્તિકુમાર  વૈદને  આ  સુચન  ખુબ  જ ગમતા  અને  ૧૯૬૮  માં ડો. કિર્તિકુમાર  વૈદ માયાવી મહાનગરી મુંબઈની આરામદાયક સુખ શાંતી આનંદવાળી  જીંદગી  ડોકટર  તરીકેની  ધીકતી  પ્રેકટીશ  આ  બધું  છોડી  પૂ. ગુરૂદેવની  વિનંતીને  આદેશ ગણી  કાયમ  માટે  મુંબઈ  છોડી  ગુજરાત  વાંસદા  જવા  રવાના  થઈ ગયેલ ગુરૂ દેવના આર્શીવાદ  વાંસદામાં  માનવ  સેવાની  ધુણી  ધખાવી  દીધી.

 આજપણ  વાંસદા  વિસ્‍તાર  પછાત  ગણાય  છે તો  ૧૯૬૮  માં  આ વિસ્‍તાર  કેટલો  પછાત ગરીબ હશે  તેવું  અનુમાન થઈ શકે  છે અતી  ગરીબ  આદીવાસી  પ્રજા  અભણ  અજ્ઞાનને અંધશ્રઘ્‍ધામાં  ગળાડુબ  ડોકટર  દવાનું  નામ  સાંભળતા  જંગલમાં  ભાગી  જાઈ  આ પ્રજા  માત્ર  ભુવા ભરાડી અને  અંધશ્રઘ્‍ધાની  વિવિધ  વિધિમાં  જ  ભરોસો  કરે  આવી  પરિસ્‍થિતિમાં  સેવા માટે આવેલ  ડો. શ્રી  કિર્તિકુમાર  વૈદએ  તબીબી સેવાને  બદલે  આદિવાસી  પ્રજાનો  વિશ્‍વાસ  શ્રઘ્‍ધા  પ્રેમ  જીતવા  આ  પ્રજાની  મુળભુત  જરૂરત  અનાજ  કપડા સારા  ઝુંપડા બનાવવાની  સેવા શરૂ  કરેલ  સમય જતા  આ આદિવાસી  પ્રજાને ડો. શ્રી  કિર્તિકુમાર  વૈદમાં  વિશ્‍વાસ  અને  શ્રઘ્‍ધા  જન્‍મી  જેથી ડો. કિર્તિકુમાર  વૈદ આ  પ્રજાની  યાતના  મુશ્‍કેલીઓનો  અભ્‍યાસ  કરી  આ  આદીવાસી પ્રજાને  પ્રથમ સમજણ  આપેલ કે  તમે પૂર્ણ  હિન્‍દુ છો આપણા ભગવાન શ્રી રામ શ્રી કૃષ્‍ણ  અને  રક્ષક  દેવ શ્રી  હનુમાનજી  છે.

જેથી ભ્રમમાં  આવ્‍યા  વગર  સહાયની  લાલચથી  દુર  રહી  તમે  અન્‍ય  ધર્મ  ન અપનાવો  તમોને અમારા  તરફથી  જરૂરી સહાય  મળશે ડો. કિર્તિકુમાર  વૈદની  વાત  ઉપર આદીવાસી પ્રજાને વિશ્‍વાસ  ઉભો  થતા  ધર્મ પરિવર્તન  પ્રવૃતી  મંદ પડી  ગઈ  વાંસદા  અને  તેની  આજુબાજુની પ્રજા ડો. શ્રી  કિર્તિકુમાર  વૈદને અને  તેમની  સેવા  ટીમના સભ્‍યશ્રીધનશ્‍યામભાઈ વ્‍યાસ  તથા અન્‍ય સભ્‍યોએ આ  વિસ્‍તારના  નાના નાના ગામમાં  બાળકો  અને  યુવા માટે  પ્રાથમિક  શીક્ષણ  વર્ગ  બહેનો  માટે  ગૃહ ઉધોગ અને  વૃઘ્‍ધો  માટે શ્રી  હનુમાનજીની  ડેરીઓ બનાવી આપેલ  આવી  અનેક  સેવા પ્રવૃતીમાં શ્રી  કનુભાઈ અને શ્રી ધનશ્‍યાભાઈ વ્‍યાસની  ટીમને  દેશના  અગ્રગણ્‍ય  કાપડાના  વેપારી અને  ગુરૂદેવના કૃપાપાત્ર  સેવક શ્રી  અરવિંદભાઈ  મફતલાલ  તરફથી  ઉમદા સહકાર  મળેલ  આ  વિસ્‍તારમા  વરસાદ ખુબ જ  પડતો પણ  નાના મોટા અસંખ્‍ય  ડુંગરાઓને કારણે  વરસાદનું  પાણી  વહી જતું જેથી   ઉનાળામાં  પાણીની  તંગી  ઉભી થતી  જેથી પાણીને  રોકવા  અને  જમીનના તળ ઉંડા  કરવા  શ્રી  કનુભાઈની  ટીમે  અનેક  ચેક ડેમ બનાવેલ અને આ ગરીબ આદિવાસી પ્રજાને  ખેતી  અને  પશુપાલન તરફ વાળેલ  અને  તેઓને ગાયો  બકરીઓ  જેવા દુધાળા પશુઓની  સહાયકરી  આ પ્રજાની  યાતના  મુશ્‍કેલીમાં  ખુબ રાહત આપેલ  આ રીતે શ્રી  કનુમામા અને શ્રી  ધનશ્‍યામભાઈ વ્‍યાસની  સેવાભાવી ટીમે  વાંસદા  નજીકના  પછાત  આદીવાસી વિસ્‍તારમા  માનવ  સેવા ના  અનેક  નકર  કામ  કરેલ  એ  સમયે  આ વિસ્‍તારોમાં  રોડ રસ્‍તા  હતા જ  નહી  જેથી  આ  સમગ્રઙ્ઘ ટીમ  સાયકલ  મારફત  ગામડાઓ  ખુદતી  આમ  ગુરૂદેવની  ઈચ્‍છા મુજબની  સેવા  પ્રવૃતીઓને  ફેલાવેલ.

 પૂ. ગુરૂદેવના માનવ સેવા કાર્યમાં ગરીબોના આંખની જતન માટે મોતીયો  અને  અન્‍ય  આંખના  રોગોની  સારવાર પૂ. ગુરૂદેવની  અતિ પ્રિય સેવા પ્રવૃતી હતી  જેથી શ્રી  કનુમામા  અને  તેમની  ટીમે  આ પછાત વિસ્‍તારના  ગરીબો  માટે સને. ૧૯૯૯  માં  વાંસદા  ખાતે  ધનવંતરી  ટ્રસ્‍ટ બનાવી  પૂ. ગુરૂદેવના નામથી  માનવ  સેવાના  પુજારી સંત શ્રી  રણછોડદાસજી  બાપુ આંખની  હોસ્‍પીટલ ઉભી  કરેલ  આ હોસ્‍પીટલની  સેવાના  લાભ  નવસારી  જીલ્લાના ચાર જીલ્લા  અને  આ  વિસ્‍તારના  સરહદ નજીકના  મહારાષ્‍ટ્ર  રાજયના  ત્રણ  જીલ્લાના  ગરીબ દર્દીઓનો  અતી  આધુનીક પઘ્‍ધતિથી  મોતીયાના ઓપરેશનની  નીઃશુલ્‍કની  સેવા પ્રાપ્‍ત  થઈ  છે અહીં  સારવાર  માટે  આવતા  તમામ  દર્દીઓ  અને  તેના સાથીઓને  જમવા રહેવાની  ફ્રી  સુવિધા આપવામાં  આવે  છે  સને. ૧૯૬૮  થી  આ  આદીવાસી ગરીબ  વિસ્‍તારમાં  વિવિધ  વિસ્‍તારમાં  વિવિધ  માનવ  સેવામાં જોડાયેલ  વાંસદા અને  આજુબાજુના ને  મહારાષ્‍ટ્ર રાજયની  હદમાં પણ  માનવ  સેવાના  ભેખધારી ડો. કિર્તિકુમાર  વૈદ (કનુમામા બાપુજી)ના સેવાના  નકર  કામથી  લાખો  લોકોના  હદયમાં  સ્‍થાન  મેળવેલ  ગરીબ  અને  પછાત  વિસ્‍તારની  ગરીબ  પ્રજાના સેવા સમ્રાટ શ્રી  કનુભાઈએ  તા. ૭-૪-૧૮ ના રોજ અંતીમ શ્‍વાસ  લીધેલ  વાંસદા ખાતે  તેમની  અંતીમ યાત્રામાં  લાખો  લોકો  જોડાયેલ  અને  સમગ્ર  વાંસદાની  તમામ બજારો  બંધ  રહેલ.

   શ્રી  કનુમામાની  વિદાય  બાદ  ટ્રસ્‍ટ  સંચાલીત  આંખ હોસ્‍પીટલ અને  ટ્રસ્‍ટની અન્‍ય  સેવા પ્રવૃતીની  જવાબદારી  શ્રી  કનુમામા સાથે  સેવાયજ્ઞમાં  લાંબા સમયથી  સક્રિય રહેલ  અને  મામાના જમણા  હાથ  સમા સેવા સેવક શ્રી ઘનશ્‍યામભાઈ  વ્‍યાસ અને  તેની  ટીમે ઉપાડી  લીધેલ શ્રી  અરવિંદભાઈ કીકાણી શ્રી નટવરલાલ પાનવાલા શ્રી ગીરધરભાઈ  પટેલ  શ્રી રાજેશભાઈ શાહ અને  સોનલબેન વ્‍યાસ આ પ્રવૃતી  સરસ  રીતે  બજાવે છે.

આ ટ્રસ્‍ટના  મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી  ઘનશ્‍યામભાઈ  વ્‍યાસ પારદર્શક વહીવટના  સખ્‍ત  હીમાયતી  છે  ટ્રસ્‍ટના  વહીવટી કામોમાં અંગત રસ લે છે વહીવટ બારીકાઈથી જોવે  છે  ટ્રસ્‍ટ  હીતના  ઝડપી  નીર્ણય  કરે  છે  તેઓ  સ્‍પષ્‍ટ  અનેક કડક વકતા  છે સમગ્ર  હોસ્‍પીટલની  સફાઈ  સ્‍વચ્‍છતા તથા સ્‍ટાફની ફરજ અંગેની તેમની  કડાઈ  ખુબ  જ  પ્રભાવીત કરે  છે  જેના કારણે  દાતાશ્રીઓને  ખુબ  જ  સંતોષ  અને  આનંદ થાય  છે.

વાંસદાના  આ સેવા સંસ્‍થાની રાજકોટ  ખાતેની  એક  ટીમ  જેમાં  જાણીતા વેપારીઓ  ઉદ્યોગપતી અને  બીલ્‍ડર્સ અને સેવાભાવી  સજજનો  જે  લગભગ  દર વર્ષે  આ  હોસ્‍પીટલ મુલાકાતે  આવે છે ને  નેત્રયજ્ઞ  કેમ્‍પ  અને  અન્‍ય  સેવામાં  તન મન ધનથી  સહભાગી  બને  છે  આ  સેવા  ટીમનો  એક  સખ્‍ત  નીયમ  છે  સેવા કાર્ય  અંગેની  પ્રસિઘ્‍ધીથી સંપૂર્ણ  દુર  રહેવું  આ ટીમનું  સેવાકામ  પણ  ખુબ  જ  અભિનંદનને પાત્ર  છે  રાજકોટ  ગુરૂદેવ  આશ્રમના ટ્રસ્‍ટી  ગુરૂભગવાનના  કૃપાપાત્ર  શીષ્‍ય વસાણી  પરીવારના  વડીલ શ્રી  સ્‍વ. શ્રી  છગનભાઈ  વસાણીને  આ  સંસ્‍થા  ખુબ જ  પ્રિય હતી તેમને  આ સેવા  સંસ્‍થામાં  તન મન ધનથી  ખુબ જ સહયોગ  આપેલ છે  આજપણ  તેમની  સ્‍મૃતીમાં  વર્ષમાં  એક વખત  નેત્રયજ્ઞ  થાય  છે.  માનવ  સેવાના  ઉતમ  ઉદાહરણરૂપ  આ સંસ્‍થા  છે  સાચી  નકર  માનવ  સેવા કાર્યમાં જે  વ્‍યકિતઓને  રસ  અને  શ્રઘ્‍ધા  હોઈ  તેમને  અમુક  વાંસદા  જવું  જોઈએ  એવી  સારી  વિનંતી સહ  લાગણી છે  સદગુરૂ  ભગવાનની  જય હો..(૨૧.

: સંકલન :

તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:00 pm IST)