Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જીટીયુની કલ્‍ચરલ ઇવેન્‍ટમાં જીઇસી રાજકોટનો ઉત્‍કૃષ્‍ટ દેખાવ

રાજકોટ : ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે કલ્‍ચરલ ઇવેન્‍ટ યોજવામાં આવે છે. આ વર્ષે ઝોનલ કક્ષાની ઇવેનટ યોજાઇ જતા રાજકોટની ગવર્નમેન્‍ટ ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઇ ખુબ સરસ પરફોર્મ કર્યુ હતુ. મ્‍યુઝીક, ડાન્‍સ, લીટરેચર, થીએટર અને ફાઇન આર્ટ એમ પાંચ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ પોત પોતાની આવડત રજુ કરી હતી. વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવેલ. જેમાં જીઇસીના ૧૫ વિદ્યાર્થીઓ અલગ અલગ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંકે, ચાર સ્‍પર્ધાઓમાં દ્વીતીય ક્રમાંકે, બે સ્‍પર્ધાઓમાં તૃતીય ક્રમાંકે આવ્‍યા હતા. કુલ ૨૧ સ્‍પર્ધાઓમાં રાજકોટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ હતુ. જે બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડો. કિશોર મારડીયાએ તમામને અભિનંદન પાઠવ્‍યા હતા.

(4:00 pm IST)