Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કુદરતી જંતુનાશકોનો ઉપયોગ કરવા માંગ

રાજકોટ તા. ૨૧ : દેશના તમામ શહેરો, ગામડામાં તમામ સ્‍તરે મહત્તમ પ્રમાણમાં નિયમીત રીતે કુદરતી જંતુનાશકો, કુદરતી કલર, કુદરતી સુગંધનો જ મહત્તમ ઉપયોગ શરૂ થાય, આ માટે જરૂરી વનસ્‍પતિ, વેલ, ફળ, ફુલ, ઝાડને વધુ વાવવામાં આવે, આ ક્ષેત્રે ઉત્‍પાદન, વેચાણ, ઉપયોગકર્તાઓને નિયમીતપણે પ્રોત્‍સાહન આપવા, નેશનલ નેચરલ રીસર્ચ સેન્‍ટર ઉભુ કરવા, સમગ્ર દેશના તમામ ઘરોમાં બિયારણ વડે ઓર્ગેનીક રીતે શાકભાજી ઉગતા થાય, ખેડૂતો દેશી બિયારણ વડે કુદરતી ખેતી કરતા થાય તે માટે વિશેષ પ્રોત્‍સાહન આપવા, પર્યાવરણ પ્રેમી મહેશભાઇ દવેએ માંગણી કરી છે.

(4:03 pm IST)