Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાયમ ઉત્સાહ રાખો, છેવાડાના માનવીની સેવાને જીવન મંત્ર બનાવોઃ પંકજકુમાર

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થામાં સ્પેશ્યલ ફાઉન્ડેશન કોર્ષ

અમદાવાદના સ્પીપા ખાતે કેન્દ્રીય સનદી સેવાના અધિકારીઓ માટે યોજાયેલ ખાસ ફાઉન્ડેશન કોર્ષના પ્રારંભે મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેલા તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ર૧: ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમ સંસ્થા ''સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા'' (સ્પીપા) ખાતે કેન્દ્રીય સીવીલ સેવાના અધિકારીઓના સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનો ઉદ્દઘાટન સમારંભ મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના અધ્યક્ષપણા હેઠળ તથા સ્પીપાના મહાનિર્દેશક શ્રી આર. સી. મીનાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. સમારંભમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન, મસૂરી ખાતેથી સંયુકત નિયામક શ્રીમતી સૌજન્યા, નાયબ નિયામક શ્રી શૈલેષ નવલ તથા પ્રોફેસર ડો. સંજય જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના મહાનિર્દેશક રી આર. સી. મીનાએ તાલીમ કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી તાલીમ દરમ્યાન ૧૦ દિવસ હિમાલયન ટ્રેક અને ૦૧ સપ્તાહ વિલેજ વિજીટનું આયોજન કરવામાં આવશે.

લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન, મસૂરી ખાતેથી સંયુકત નિયામક શ્રીમતી સૌજન્યાજીએ જણાવ્યું કે, ફાઉન્ડેશન કોર્સ દ્વારા આપની વિવિધ કુશળતામાં વધારો થશે અને તાલીમાર્થીઓને બદલતા સમય સાથે સતતા અધ્યતન બની શીખતા રહેવાની સલાહ આપવામાં આવી. તાલીમાર્થીઓને પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન ઉત્સાહ ટકાવી રાખવા જણાવ્યું અને છેવાડાના માનવીની સેવાને જીવનમંત્ર બનાવવાની સલાહ આપી. તેઓએ તાલીમાર્થીઓને ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ધરોહરથી પરિચિત થવા માટે પણ પ્રેરિત કર્યા અને આગામી સમયમાં થનાર નેશનલ ગેમ્સના પ્રેક્ષક બનવા આમંત્રણ આપ્યું હતું.

(4:09 pm IST)