Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

બેસ્ટ એફોર્ડેબલ પ્રોજેકટનો એવોર્ડ એનાયત

 રાજકોટ : ન્યુઝ ૧૮ ગુજરાતી દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ શ્રેષ્ઠીઓનું સન્માન કાર્યક્રમ અંતર્ગત ડ્રીમ ડેવલપર્સના હર્ષભાઇ હાપલીયા, હિરેનભાઇ હાપલીયા તેમજ નટુભાઇ તલસાણીયાને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે બેસ્ટ એફોર્ડેબલ પ્રોજેકટનો એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડ અને સમન્વયે હાઇટસ પ્રોજેકટ બાબતે હર્ષભાઇ હાપલીયા જણાવે છે કે અમે બજેટ ઓછુ અને ફેસીલીટી વધુની પોલીસથી જ કામ કરીએ છીએ આજના મોંઘવારીના સમયમાં ઘર ખરીદવું એ દરેક માટે કપરું બની રહ્યું છે તેમાં પણ પસંદગીનું ઘર ખરીદ્યુ તેનાથી પણ વધારે મુશ્કેલી ભર્યુ કામ બની ગયું છે આ સ્થિતિમાં લોકોને પોતાના બજેટ અનુસાર મળી રહે તેવો પ્રયત્ન અમે કર્યો છે અમારા પ્રયત્નોની નોંધ લેવામાં આવી અને તેના થકી આ એવોર્ડ મળ્યો તે અમારા માટે સંતોષની વાત છે.

(4:08 pm IST)