Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઓટીટી પ્‍લેટફોર્મ પર તમાકુની જાહેરાતો પર નિયંત્રણ લાદો

રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રીને પત્ર

રાજકોટ તા. ૨૧ : યુવા પેઢીને તમાકુના વ્‍યસનના માર્ગે વળતી બચાવવા ઓટીટી પ્‍લેટફોર્મ ઉપર તમાકુ ઉત્‍પાદનોની આવતી જાહેરાતો પર નિયંત્રણ લાદવા રાજકોટ શહેર ગ્રાહક સુરક્ષા મંડળના નેતૃત્‍વ હેઠળ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓએ કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પ્રાર્થના પત્ર લખી રજુઆત કરી છે.

પત્રમાં જણાવ્‍યુ છે કે ફિલ્‍મો અને ટીવી કાર્યક્રમોમાં તમાકુ વપરાશ સંબંધેની જાહેરાતો અને ટેલીવીઝનના કાર્યક્રમોના પ્રસારણથી કોટપા એકટનો ભંગ થાય છે. યુવા પેઢી તમાકુનો ઉપયોગ કરવા લલચાય છે. પરિણામે કેન્‍સરના ગંભીર દર્દોનો ભોગ યુવાનો બને છે. દેશમાં નાની ઉંમરમાં મરણનું પ્રમાણ વધે છે.

ભારતમાં તમાકુ સેવન કરનારાઓની સંખ્‍યા વિશ્વમાં બીજા ક્રમની છે. ધુમ્રપાનને કારણે ભારતમાં દર વર્ષે ૧૩ લાખ લોકો મૃત્‍યુ પામે છે. જેમાં ર લાખથી વધારે મૃત્‍યુ સેકન્‍ડ હેન્‍ડ ધુમ્રપાન એટલે કે તમાકુ ઉત્‍પાદનના ધુમાડાના સંપર્કથી થાય છે.

દેશની એનક સંસ્‍થાઓને સાથે જોડી આવતા માસમાં પ્રથમ અઠવાડીયામાં દિલ્‍હી ખાતે રૂબરૂ સામુહિક રજુઆત પણ કરવામાં આવશે. તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન માવાણીની યાદીમાં જણાવાયુ છે.

(4:29 pm IST)