Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાલે રેંટીયા બારસઃ રાષ્‍ટ્રીયશાળામાં અલભ્‍ય ગાંધી ટિકીટ સંગ્રહનું પ્રદર્શન

૧૮૫૧થી આજ સુધીની તમામ અલભ્‍ય ગાંધી ટપાલ ટિકિટ પ્રદર્શન નિહાળવા જાહેર આમંત્રણ

રાજકોટ,તા.૨૧: રાજકોટ ફિલોટેલિક સોસાયટી અને રાષ્‍ટ્રીયશાળાના સંયુકત ઉપક્રમે આઝાદીના પર્વની ઉજવણી અંતર્ગત તા.૨૨, ગુરુવારના રોજ ‘‘રેટિયા બારસ'' નિમિતે રાષ્‍ટ્રીયશાળાના પ્રાર્થનાખંડમાં સવારના ૯થી સાંજના ૬ વાગ્‍યા સુધી *ટપાલ ટિકીટ સંગ્રહ*નુ પ્રદર્શન રાખવામાં આવેલ છે.જેનું ઉદ્ધાટન મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન શ્રી જીતુભાઇ ચંદારાણાના હસ્‍તે ખુલ્લુ મૂકવામાં આવશે. જેમાશ્રી પરિત્રિ ઉપાધ્‍યાય કે જેઓ આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ છે. તેમજ તેમના સાથીદાર શ્રી હેતવી શાહ અને શ્રી ધ્‍યાના શાહ અનુક્રમે રાજયકક્ષાએ તથા જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે કે જેઓએ આ પ્રદર્શનમાં જહેમત ઉઠાવેલ છે. આ પ્રદર્શન ઇ.સ.૧૮૫૧થી લઇને આજસુધીની તમામ અલભ્‍ય ગાંધી ટપાલ ટિકિટ સંગ્રહ નિહાળી શકશે. આ પ્રદર્શનનું મુખ્‍ય આકર્ષણ ખાદીની, સોનાની ગાંધી ટપાલ ટિકિટ, તેમજ અલગ અલગ વસ્‍તુઓથી બનેલ ગાંધી ટપાલ ટિકિટ સહિત ૧૫૧ દેશોએ બહાર પાડવામાં આવેલ તમામ ગાંધી ટિકિટ નિહાળી શકશે. આ પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને વિદ્યાર્થીઓને આમંત્રણ અપાયુ છે. ફોન-૦૨૮૧૨૪૬૬૦૭૬ 

(4:15 pm IST)