Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જૈન સોશ્‍યલ ક્રિએટીવ અને સ્‍મિત પ્રતિક મહિલા મંડળ દ્વારા નવરાત્રીમાં ગરબાનું આયોજન

રાજકોટ તા. ર૧: ‘‘જૈન સોશ્‍યલ ક્રિએટીવ મહિલા મંડળ''ની સભ્‍ય બહેનો માટે નવરાત્રી ગરબા તા. ૩૦ ના શુક્રવારે બપોરે ૪ વાગ્‍યે ભગવાન ભુવન વાડી, ૧૧-પંચનાથ પ્‍લોટ ખાતે રાખેલ છે સાથે ઇનામોની વણઝાર પણ હશે.

નવરાત્રીને અનુરૂપ ચણીયા ચોળી તથા ગુજરાતી સાડી પહેરી એક જ ગૃપમાં ગરબા લેવાના રહેશે. ‘વેલ પ્‍લે' અને ‘વેલ ડ્રેસ'ને મહત્‍વ અપાશે.

દરેક સભ્‍ય બહેનોને સંસ્‍થા તરફથી નવરાત્રી નિમિતે ગીફટ આઇ કાર્ડ ઉપર અપાશે. જે બહેનોએ ગેસ્‍ટમાં ગરબા લેવા હોય તેમને ગેસ્‍ટ ચાર્જ રૂા. ૧પ૦ ઉપર એન્‍ટ્રી અપાશે. પણ અલગથી ઇનામ અપાશે. તેમ જૈન સોશ્‍યલ ક્રિએટીવ મહિલા મંડળના પ્રમુખ પ્રફુલાબેન મહેતા, જો. સેક્રેટરી દર્શનાબેન મહેતા અને એડવાઇઝર કલ્‍પનાબેન પારેખની સંયુકત યાદીમાં જણાવાયું છે.

દરમિયાન ‘‘સ્‍મિત પ્રતિક મહિલા મંડળ૩'ની સભ્‍ય બહેનો માટે નવરાત્રી ગરબા તા. ર૮ના બુધવારે બપોરે ૪ વાગ્‍યે ભગવાન ભુવન વાડી, ૧૧-પંચનાથ પ્‍લોટ ખાતે રાખેલ છે આ આયોજનમાં પણ ‘વેલ પ્‍લે' અને ‘વેલ ડ્રેસ'નું મહત્‍વ રહેશે. દરેક સભ્‍ય બહેનોને સંસ્‍થા તરફથી નવરાત્રી નિમિતે ગીફટ આઇ કાર્ડ ઉપર આપવામાં આવશે ગેસ્‍ટ એન્‍ટ્રી રૂા. ૧પ૦ ઉપર અપાશે. તેમ પ્રમુખ પ્રફુલાબેન મહેતા, સેક્રેટરી બીન્‍દુબેન મહેતા, ઉપપ્રમુખ-દર્શનાબેન મહેતા અને જો. સેક્રેટરી કલ્‍પનાબેન પારેખની યાદીમાં જણાવાયું છે.

(4:16 pm IST)