Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

દિલીપ ચૌહાણ ઉપર થયેલા ઝનુન પુર્વકના હુમલામાં હત્‍યાની કોશીષની કલમ ઉમેરવા રજુઆત

રાજકોટ : ગત ૧૬ મી તારીખે દિલીપ વિનોદભાઇ ચૌહાણ (વાણંદકામ) રહે. ચૌહાણ નિવાસ, ૧ર/૫ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ કોર્નર, રાજકોટ ઉપર આરોપી નીતીરાજ સહદેવસિંહ જાડેજાએ ધારદાર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં マદયથી આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ કરતી મુખ્‍ય ધોરી નસ કપાઇ ગઇ હતી. સમગ્ર ઘટનાનું સીસીટીવી રેકોર્ડીગ થઇ ગયું હતું. ઇજાગ્રસ્‍ત ઘટના દિવસથી આજ સુધી વોકહાર્ડ હોસ્‍પીટલમાં સારવાર હેઠળ છે. પેટના ભાગે પણ ઇજાગ્રસ્‍તને ગંભીર ઇજા થઇ હતી. ઝનુન પુર્વક મારી નાખવાના ઇરાદે આ હુમલો થયો હતો. એક દિવસ માટે ઇજાગ્રસ્‍તને વેન્‍ટીલેટર ઉપર રાખવામાં આવ્‍યો હતો. આ બારામાં એ ડીવીઝન પોલીસે હળવી કલમો હેઠળ ગુન્‍હો નોંધ્‍યો હતો. ઘટનાની ગંભીરતા જોઇ આ ઘટનામાં ૩૦૭ મુજબનો ગુન્‍હો નોંધવા આજે ઇજાગ્રસ્‍તના પિતા વિનોદભાઇ ગોવીંદભાઇ ચૌહાણ અને વાણંદ સમાજના લોકોએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆતો કરી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:21 pm IST)