Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગવરીદળમાં દૂધ વિતરણ-ચાની હોટલો બંધઃ દૂધ ઢોળવાને બદલે દૂધપાક બનાવી લોકોને પીરસાયો

રાજકોટઃ માલધારી સમાજને થઇ રહેલા અન્યાય સંદર્ભે આજે દૂધ વિતરણ બંધ રાખવાના નિર્ણયને ગવરીદળના સમગ્ર માલધારી સમાજે ટેકો આપ્યો હતો. ગવરીદળથી ફોટોગ્રાફર જીજ્ઞેશ પ્રજાપતિએ તસ્વીરો મોકલી જણાવ્યું હતું કે ગામના આગેવાન કાળુભાઇ સહિતનાએ જ સરકાર માલધારી સમાજને ઝડપથી ન્યાય આપે એવી આશા રાખી છે. આજે ગામમાં દૂધ વિતરણ બંધ રાખી દૂધના બેરલો ભરીને રખાયા હતાં. તેમજ તેને ઢોળીને નાશ કરવાને બદલે તેમાંથી દૂધપાક બનાવી ગામના માલધારી સમાજને તથા ગરીબોને પુરી સાથે પીરસવામાં આવ્યો હતો. તસ્વીરમાં આગેવાન, માલધારી સમાજના લોકો, દુધનું બેરલ અને બંધ રહેલી હોટલ જોઇ શકાય છે.

(4:22 pm IST)