Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

તમારી કોઇ ગાડી ભરાવી ન જોઇએ નહિતર ગાડી કે ડ્રાઇવર પાછા નહી આવે કહી ટ્રાન્‍સપોર્ટના ધંધાર્થીને ધમકી

ટ્રાન્‍સપોર્ટર ડોલરભાઇ ખાંભલાની ફરીયાદઃ નવાગામના કિશોર આલ, રામજી આલ, ભોલો ઉર્ફે બેચર અને મેરૂ કલોતરા સામે ગુનો

રાજકોટ, તા. ર૧ : નવાગામ મેઇન રોડ પર આવેલા પારસ ટ્રાન્‍સપોર્ટના ધંધાર્થીને અને તેના કર્મચારીને નવાગામમાં રહેતા ચાર શખ્‍સોએ ધંધાની અદાવતના કારણે ઓફીસે આવી કાલે ગાડી ભરાવી ન જોઇએ નહીતર ગાડી કે ડ્રાઇવર કોઇ પાછા નહી આવે અને તમારી ગાડી સળગાવી નાખીશ ધમકી આપતા બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવાગમ આણંદપર ગ્રામ પંચાયત પાસે રહેતા ડોલરભાઇ ભનુભાઇ ખાંભલા (ઉ.વ.૪૦) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં નવાગામમાં રહેતા કિશોર જીલુભાઇ આલ, રામજી લાલજીભાઇ આલ, ભોલો ઉર્ફે બેચર  અને મેરૂ ભીમાભાઇ કલોતરા સામે ફરીયાદ નોંધાવી છે. ડોલરભાઇએ ફરીયાદમાં જણાવ્‍યુ છે કે પોતે નવાગામ મેઇન રોડ પર પારસ ટ્રાન્‍સપોર્ટ ધરાવે છે. ગઇકાલે પોતેપોતાના ઘરે હતા ત્‍યારે પોતાની ઓફીસમાં કામ કરતા દુર્ગેશભાઇનો ફોન આવેલા અને તેણે કહેલ કે કિશોર જીલુ આલ અત્‍યારે આપણી ઓફીસે આવેલ અને મને જેમ ફાવે તેમ ગાળો આપી મારમારવાની ધમકી આપી જતા રહ્યા છે. તેમ જણાવતા પોતે પોતાની ઓફીસે ગયા ત્‍યારે કર્મચારી દુર્ર્ગેેશે કહેલ કે હું તથા મજુરો ઓફીસમાં બેઠા હતા. તે વખતે આ કિશોર જીલુ આલ આવ્‍યો હતો અને મને કહેલ કે તમારા ટ્રાન્‍સપોર્ટમાંથી આવતીકાલે કોઇ ગાડી ભરાવી ન જોઇએ નહીતર ગાડી કે ડ્રાઇવર કોઇ પાછા નહીં આવે અને તમારી ગાડી સળગાવી નાખીશ અને જો ગાડી ભરસો તો તમને બધાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. તેમ વાત કરી હતી. આ કિશોર આલને પણ ટ્રાન્‍સપોર્ટ હોઇ જેથી પોતે ધંધાની અદાવત રાખી પોતાની સાથે અવાર-નવાર ઝઘડો કરવા માટે ઓફીસે આવે છે. અને કોઇ મજુરોને કામ ઉપર પણ આવવા દેતો નથી. તેમજ ગઇકાલે રાત્રે પોતે તથા ભાઇ હર્ષદભાઇ હિમાંશુભાઇ, ચંદ્રકાન્‍તભાઇ, દિપકભાઇ ડાંગર અને શંકરભાઇ તમામ ટ્રાન્‍સપોર્ટની બાજુમાં હતા ત્‍યારે કિશોર આલ, રામજી આલ, ભોલો ઉર્ફે બેચર અને મેરૂ કલોતરા દારૂ પીને આવેલ અને ધંધાની અદાવતના કારણે ગાળો આપતા હતા અને કહેતા હતા કે તમારી ગાડી રોડ ઉપર ચાલવી જોઇએ નહીં જો ગાડીઓ રોડ ઉપર ચલવાશો તો તમને બધાને જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી હતી આથી પોતે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. મયુરસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(4:23 pm IST)