Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

માલધારી સમાજના આગેવાનો કાર્યકરોએ સિવિલ અને ગુંદાવાડી હોસ્પિટલમાં દર્દીઓ તથા જરૂરિયાતમંદોને દૂધ વિતરણ કર્યુ

રાજકોટઃ ઢોર નિયંત્રણના કાયદાને લઇને આજે દૂધ વિતરણ બંધના એલાનને યદુવંશી ગોપ ભરવાડ સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરી બાપુના આદેશને પગલે સફળ બનાવવા શહેરના તમામ માલધારીઓએ એક બની બંધને સફળ બનાવતાં આગેવાનોએ સોૈનો આભાર માન્યો હતો. માલધારીઓએ દૂધને ઢોળીને નુકસાન કરવાને બદલે સિવિલ હોસ્પિટલ અને ગુંદાવાડી હોસ્પિટલમાં દર્દીઓને તેમજ જરૂરીયાતમંદોને વિતરણ કર્યુ હતું. માલધારી સમાજના ભીખાભાઇ પડસાણીયા, રણજીત મુંધવા, નારણભાઇ વકાતર, ગોપાલભાઇ વકાતર, પાંચાભાઇ પુનાભાઇ, નાગજી બાંભવા, દિલીપ ગમારા, ધીરજ મુંધવા, વિરલ ડાભી, ભરત ધોળકીયા સહિતના આ કામગીરીમાં જોડાયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:23 pm IST)