Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દિવાળીમાં રાજકોટથી દિલ્હી, મુંબઇ, ગોવા અને હૈદરાબાદની ફલાઇટનું ભાડુ ડબલ

તહેવારો બાદની રિટર્ન ફલાઇટના ભાડા પણ ડબલ : બેસતા વર્ષે દિલ્હીનું રૂ. ૧૧૪૦૨, મુંબઇનું રૂ. ૯૬૬૭, ગોવાનું રૂ. ૧૨૭૪૭ ભાડું

રાજકોટ તા. ૨૧ : દિવાળીના દિવસોમાં રાજકોટથી જતી ફલાઈટનું ભાડું બમણું થઇ જશે. હાલ દિલ્હી, મુંબઈ, ગોવા અને હૈદરાબાદ જવા માટે જેટલું ભાડું ચુકવવું પડે છે તેના કરતા ડબલ ભાડું આપવું પડશે અને તહેવારના દિવસો પૂર્ણ થતા રીટર્ન ટીકીટ પણ મોંઘી પડશે.ઙ્ગઙ્ગ

તા.૫ઙ્ગના ન્યૂ યરના દિવસે રાજકોટથી દિલ્હીનું ભાડું સૌથી વધુ રૂ.૧૧૪૦૨, મુંબઈનું રૂ.૯૬૬૭ઙ્ગતો ગોવા જવા માટે રૂ.૧૨૭૪૭ઙ્ગઆપવા પડશે. જયારે હૈદરાબાદની ટીકીટ તો રૂ.૧૫૨૨૬ઙ્ગછે. જયારે રીટર્ન જોઈએ તો ગોવાથી રાજકોટના તા.૬ઙ્ગના ભાઈબીજના રૂ.૧૦૫૨૪ઙ્ગતો તા.૭ઙ્ગના રૂ.૧૦૭૨૨ઙ્ગછે.

તહેવાર બાદ દિલ્હીથી રાજકોટના તા.૬ઙ્ગનાઙ્ગ૪૨૫૧ અને તા.૭ઙ્ગનું ભાડું રૂ.૬૪૮૦ઙ્ગછે. મુંબઈથી રાજકોટના તા.૬ઙ્ગનાઙ્ગ૭૬૨૩ છે એટલે કે તહેવારોમાં ગોવા અને હૈદરાબાદ જવા અને આવવા માટેનું ફલાઈટનું ભાડું મુસાફરોએ સૌથી વધુ ચુકવવું પડશે.(૨૧.૯)

રાજકોટથી ફલાઈટની ઉડાન

 

 

ફલાઈટ

પ્રસ્થાન

ઉડાન

મુંબઈ

૭.૩૦

દૈનિકઙ્ગઙ્ગ

દિલ્હી

૮.૩૫

સોમ,બુધ,શુક્ર,રવિઙ્ગઙ્ગ

મુંબઈ

૧૨.૧૫

દૈનિકઙ્ગઙ્ગ

દિલ્હી

૧૩.૦૫

દૈનિકઙ્ગઙ્ગ

ગોવા

૧૪.૦૦

સોમ,બુધ,શુક,રવિઙ્ગઙ્ગ

દિલ્હી

૧૫.૧૦

સોમ,મંગળ,ગુરૂ,શનિઙ્ગઙ્ગ

મુંબઈ

૧૬.૦૦ઙ્ગ

દૈનિકઙ્ગઙ્ગ

મુંબઈ

૧૮.૧૫

દૈનિકઙ્ગઙ્ગ

હૈદરાબાદ

૧૯.૪૫

સોમ,બુધ,શુક્ર, રવિ

(10:36 am IST)