Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રૂ. ર૯૦૮૦નો ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા આદેશ

રાજકોટ તા. ર૧: રૂ. ર૯,૦૮૦/-નો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે આરોપીને હાજર થવા હુકમ કર્યો હતો.

આ કામના ફરીયાદી દયાલ સિલ્ક સ્ટોરના પ્રોપરાઇટર અશોકભાઇ ગોરધનભાઇ લાખાણી, રહે-જંકશન પ્લોટ મેઇન રોડ રાજકોટ ખાતે દુકાન ધરાવતા હોય તેઓઅ઼ે મિત્ર દરજજે જંકશન પ્લોટ ખાતે જ હીર કલેકશન નાગરીક બેંકની બાજુમાં દુકાન ધરાવતા રવિ ચેતનદાસ નંદવાણી કે જેઓ ધંધાકીય મિત્ર હોય, તેઓને સબંધના દાવે રૂ. ર૯,૦૮૦/-નો ડ્રેસ મટીરીયલ્સ તેમજ દુપટાનો માલ તા. ર૦-૬-ર૦ર૦ના રોજ ઉધાર મોકલાવેલ.

ત્યારબાદ સદરહું માલની ઉઘરાણી કરતાં આરોપી રવિ ચેતનદાસ નંદાણીએ પોતાની બેંક ''રાજકોટ નાગરીક સહકારી બેંક'' જંકશન પ્લોટ, રાજકોટ શાખાનો તેમના ખાતાનો ચેક આપેલ હતો. જે ચેક આ કામના ફરીયાદીએ પોતાની બેંકમાં જમા ધરાવતા ''ફંડ ઇનસફીસીયન્ટ''ના શેરા સાથે વણચુકવેલ પરત ફરેલ હતો.

ત્યારબાદ ફરીયાદીએ પોતાના એડવોકેટ અમીત જનાણી મારફત લીગલ નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતાં પણ આરોપીએ નોટીસનો કોઇ જવાબ આપેલ નહીં કે ફરીયાદીને તેની લેણી રકમ ચુકવેલ નહીં. જેથી આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ સમય મર્યાદામાં રાજકોટની કોર્ટમાં ધી નેગોશ્યેબલ ઇન્સટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે આરોપી રવિ ચેતનદાસ નંદવાણી રહે-રાજકોટ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી દયાલ સીલ્ક સ્ટોરના પ્રોપરાઇટર અશોક ગોરધનભાઇ લાખાણી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

(2:39 pm IST)