Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ચેક રિર્ટન કેસમાં એમપ્લસ એન્ટરપ્રાઇઝના પાર્ટનરને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૧ : રૂ.૯૯,૮૦૦ ના ચેક રીટર્નના કેસમાં ગુન્હામાં એમપ્લસ એન્ટરપ્રાઇઝના પાર્ટનર હિંમાશુભાઇ પટેલને ૧ વર્ષની જેલ સજા તેમજ રૂ.૯૯,૮૦૦ વળતર પેટે ચુકવવા હુકમ કરી કોર્ટ જો આરોપી રૂ.૯૯,૮૦૦ વળતર ૩૦ દિવસમાં ન ચુકવે તો વધુ ૬ માસની જેલ સજાનો હુકમ કર્યો હતો.

ફરીયાદીની ટુંકી વિગત એવી છે કે આ કામના ફરીયાદી જયદીપભાઇ ધીરજલાલ કરડાણી રહે. રાજકોટવાળા રાજકોટ મુકામે પરમેશ્વર ઇલેકટ્રોટેક પ્રા.લી.નામની પેઢી પાર્ટનર દરજ્જે ચલાવે છે. તેમજ આ કામના આરોપી હિંમાશુભાઇ પટેલ એમપ્લસ એન્ટરપ્રાઇઝના પાર્ટનર દરજ્જે નરોડા, અમદાવાદમાં પેઢી ચલાવે છે. આમ ફરીયાદી તથા આરોપી વચ્ચે ધંધાકીય સંબંધો રહેલા છે. આરોપી દ્વારા ફરીયાદી પાસેથી તેમની જરૂરીયાત મુજબનો કટકે કટકે માલ ઉધારમાં કિંમત રૂ.૯૯,૮૦૦ નો ખરીદ કરેલ હતો ત્યારબાદ બાકી રહેતી રકમ જે ફરીયાદી પેઢીની બીલ મુજબની બાકી લેણી રકમ પેટે આરોપીએ ફરીયાદીને ઘ નરોડા નાગરીક કો-ઓપ.બેંક લી.ના રૂ. ૯૯,૮૦૦ નો ચેક આપેલ.

આ ચેક આરોપીએ સહી કરીને આપેલ સદર ચેક આપતી વખતે આરોપીએ એવુ વચન અને વિશ્વાસ આપેલ કે આ ચેક તમો જયારે તમારા ખાતામાં જમા કરાવશો ત્યારે ચેક મુજબની રકમ મળી જશે તેવું જણાવતા ફરીયાદીએ ચેક પોતાની બેંકમાં રજુ કરતા પેમેન્ટ સ્ટોપડ બાય ડ્રોવરના શેરા સાથે પરત ફરેલ હતો. ત્યારબાદ એડી.ચીફ.જયુ.મેજી.ની કોર્ટ સમક્ષ ઉપરોકત ચેક રીટર્ન થયાની ફરીયાદ દાખલ કરેલ જેથી કોર્ટે આરોપી વિરૂધ સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ.  ફરીયાદીના એડવોકેટ અલ્પેશ વી.પોકીયાની દલીલો માન્ય રાખી આરોપી એમપ્લસ એન્ટરપ્રાઇઝના પાર્ટનર હિંમાશુભાઇ પટેલને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો.ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કમલ-૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા અને ક્રિ.પ્રો.કોડની કલમ-૩પ૭ (૩) અન્વયે રૂ. ૯,૮૦૦ ફરીયાદીને વળતર પેટે દીન-૩૦ મા ચુકવવાનો હુકમ કરેલ અને જો આરોપી વળતર ન ચુકવે તો વધુ છ માસની સાદી જેલ સજા કરવાનો હુકમ નામદાર એડી.ચી. જયુ.ની કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી જયદીપભાઇ ધીરજલાલકરડાણી તરફે પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, અમીત ગડારા, કેતન સાવલીયા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ રીતેષ ટોપીયા, વીગેરે રોકાયા હતા.

(2:39 pm IST)