Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પૂ. શ્રી ઇન્દુબાઇ મ.સા.ની ૮૯મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : આજે આયંબીલ પારણા યોજાયા

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચન સિધ્ધિકા : દરેક જાપ આરાધકને રૂ. ૧૦૦ પ્રભાવના કરવામાં આવી

રાજકોટ તા. ર૧ :.. ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચન સિધ્ધિકા બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી ૮૯ મી જન્મ જયંતિ પ્રસંગે બુધવાર શરદપૂનમના સવારે ૬ વાગ્યાથી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામથી ઇન્દુબાઇ મહાસતીજી ચોક સુધી માનવોની કતારો લાગી હતી. માનવતાના મહાસાગર સમા કરૂણાસાગર એવા પૂ. મોટા મહાસતીજીનો જન્મદિન હોવાથી ભૂખથી પીડાતા હજારો જીવોને ભોજન અપાયું. મુંગા પશુઓને અનુકંપાદાન તેમજ સહાય અપાઇ. અનેક દર્દોથી પીડાતા દર્દીઓને મેડીકલ સહાય આપવામાં આવી. ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, ગરીબ પરિવારને આર્થિક સહાય, આપવામાં આવી હતી.

આ તમામ સહાયના કાર્યો મોટા મહાસતીજીના પરમભકતો તેમજ દિલાવર દાતાઓના સાથ અને સહકારથી ચાલી રહ્યું છે. આ તમામ સેવાના કાર્યો ટ્રસ્ટી મંડળ, સોનલ સેવા ગ્રુપ, સોનલ સહારા ગ્રુપના માધ્યમથી થઇ રહ્યા છે. પૂ. મોટા મહાસતીનો જન્મદિન એટલે હજારોના જીવનમાં આનંદની અનુભૂતિ. આ દિવસે પરમ ગુરૂણી ભકતો તરફથી અનેક માનવસેવા, જીવદયા તેમજ અનેક ધર્મના કાર્યો કરાવામાં આવ્યા હતાં.

શરદપૂનમની રળિયામણી રાતે ૮ કલાકે ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામથી ઇન્દુબાઇ મહાસતીજી ચોક સુધી માવન મહેરામણ ઉમટયું હતું. જૈન જૈનેતરો આદિ માનવ મેદની ઉમટી પડેલ હતી. આ પ્રસંગે દાતાઓ-આગેવાનો-શ્રેષ્ઠીવર્યો-નાલંદા શ્રી સંઘના શાસનસેવકો એક ધ્યાને એક ચિત્તે એક લયે ઉભા ઉભા ગુરૂણીભકતોએ હાજર રહી શરદપૂનમના દિવસે પૂ.મહાસતીજીના ચરણકમળમાં ભાવવંદના કરવામાં આવી હતી.

દરેક જાપ આરાધકને રૂ.૧૦૦ની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રસંગે અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, નીલેશભાઇ શાહ, પ્રદીપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, ભુપેન્દ્રભાઇ મહેતા, રમેશભાઇ દોશી, હિમાંશુભાઇ શાહ, સોનલ સેવા ટીમ રાજુભાઇ મોદી, નીરવભાઇ સંઘવી, ચિરાગભાઇ કોઠારી, દીપેનભાઇ મહેતા, પારસ કાનમેરીયા, પારસભાઇ મોદી, સી.એમ.શેઠ, મનોજભાઇ ડેલીવાળા, સુશીલભાઇ ગોડા, પ્રતાપભાઇ વોરા આદિએ હાજરી આપી હતી.

આજે સવારે આખી આયંબિલની ઓળી કરનાર તપસ્વીઓના પારણા તથા બહુમાન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. દરેક તપસ્વીને બહુમાનરૂપે રૂ.૧૨૧૦ આપવામાં આવેલ હતા તથા રાત્રે જાપ આરાધકને પ્રભાવના રૂ.૧૦૦ આપવામાં આવેલ હતી. દિવ્ય જાપ પ્રસંગે સુનિલભાઇ શાહ, ધીરેનભાઇ ભરવાડા, મહેશભાઇ મહેતા, દિપકભાઇ પટેલ આદિ અનેક શ્રેષ્ઠીવાર્યા એ ઉપસ્થિત રહી ભાવ વંદના કરી હતી. પારણાં દાનરત્ના શારદાબેન મોદી તરફથી યોજાયેલ.

(3:27 pm IST)