Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દારૂના ગુનામાં એક વર્ષથી ભાગતો ફરતો માનસરોવર પાર્કનો દિનેશ મુંધવા પકડાયો

ક્રાઇમ બ્રાંચે પકડી લીધોઃ અગાઉ ૪ ગુનામાં સંડોવણીઃ બલવંતસિંગ અને લાલજી પકડાયા ત્યારે નામ ખુલ્યું હતું

રાજકોટ તા. ૨૧: દારૂના ગુનામાં એક વર્ષથી ભાગતા ફરતાં આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક આઇશ્રી ખોડિયાર મકાનમાં રહેતાં દિનેશ જીવણભાઇ મુંધવા (ઉ.૩૦)ને ક્રાઇમ બ્રાંચના જયદિપસિંહ બોરાણા અને મહેશ ચાવડાની બાતમી પરથી પકડી લેવાયો છે.

અગાઉ ડીસીબી પોલીસે બલવંતસિંઘ શાહુ અને લાલજી ઉર્ફ રાજુ તલસાણીયાને ૧૪.૨૮ લાખના દારૂ સાથે પકડ્યા ત્યારે દિનેશ મુંધવાનું નામ ખુલ્યું હતું. ત્યારથી તે સતત ફરાર હતો. તેન વિરૂધ્ધ અગાઉ થોરાળા, બી-ડિવીઝન, આજીડેમ પોલીસમાં જૂગાર, મારામારી, રાયોટીંગના ચાર ગુના નોંધાઇ ચુકયા છે.

સીપી,જેસીપી, બંને ડીસીપી, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ, જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. શકિતસિંહ ગોહિલ, કુલદિપસિંહ, સ્નેહભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:35 pm IST)