Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કૃષ્ણનગર પાસેથી રોહીતકોર ચોરાઉ એકટીવા સાથે પકડાયો

માલવીયાનગર પોલીસે દબોચ્યો : એકટીવા કબ્જે

રાજકોટ,તા. ૨૧ : મવડી કૃષ્ણનગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે બાતમીના એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર એક શખ્સ નંબર પ્લેટ વગરનું ચોરાઉ એકટીવા સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. મસરીભાઇ તથા કમલેશભાઇ બાતમી મળતા કૃષ્ણનગર મેઇન રોડ ચાની હોટલ પાસેથી રોહીત મગનભાઇ કોર (ઉવ.૨૫) (રહે. વેલનાથપરા શેરી નં. ૨૬ મોરબી રોડ)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, કમલેશભાઇ, દિગ્પાલસિંહ, કુલદીપસિંહ, હરપાલસિંહ, રોહીતભાઇ, અંકીતભાઇ તથા હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:35 pm IST)