Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો દુઃખી, સરકારે સહાયમાં 'મજાક' વરસાવી

પ્રમુખ બાદ વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાએ પણ રી-સર્વે માંગ્યો

રાજકોટ, તા. ર૧ :  જિલ્લા મા સપ્ટેમ્બર મહિના મા પડેલ વરસાદ મા થયેલ નુકશાનનુ વળતર સરકાર દ્વારા મજાકરૂપી સહાય જાહેર કરી ને ખેડૂતોની ફારસ કરનારી સરકારના લોકો પાસે ક્યાંક ને ક્યાંક જ્ઞાન  ન હોય એવું સાબિત થાય છે સરકાર દ્વારા ૫૪૬ કરોડ નુ પેકેજ તો જાહેર કરી દીધું પરંતુ માત્ર ૨૦ કરોડ ચૂકવી ને જિલ્લાના તમામ ખેડૂતોને અન્યાય થાય એવું સ્પષ્ટ દેખાય આવે છે સાથે સાથે જયારે ૨૦ હજાર ખેડૂતો જયારે અસરગ્રસ્ત છે એની સામે માત્ર પચાસ ટકા ખેડૂતો ને જ લાભ મળશે અને બીજા ને અન્યાય થાશે સરકારની આ અણઆવડતનાના લીધે ખેડૂતોની આ દશા નક્કી છે ઘણા ગામડાઓમા એવું પણ થયું છે કે ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા વ્હાલા દવલાંની પદ્ધતિ દ્વારા કામ થયેલું છે જેનો રોષ ખેડૂતોમાં સ્પષ્ટ જણાય આવે છે. તેમ જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગીના નેતા અર્જુન ખાટરિયા જણાવે છે.

   મારી  રજુઆતએ પણ છે કે સમગ્ર જિલ્લામા ફરીથી સર્વે થાય અને સહાયથી વંચિત ગામડાઓ અને ખેડૂતોને આ સહાયનો પૂરો લાભ મળે અને જે  અન્યાય થયો છે એ ખેડૂતોને ફરીથી ન્યાય મળે જરૂરી છે તેમ અર્જુન ખાટરિયા જણાવે છે.  

(4:08 pm IST)