Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

તહેવારોમાં ખાદ્ય પદાર્થોનું ચેકીંગ : રપ કિલો વાસી ખોરાકનો નાશ

ટી-સ્ટ્રીટમાંથી ૧૦ કિલો વાસી દાઝયુ તેલ ઝડપાયું : ઘી, દૂધ, ચોકલેટ અને દિવેલના નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા જાહેરજન આરોગ્ય હિતાર્થે કોઠારીયા રોડ, નાણાવટી ચોક, ૧૫૦ઁ રીંગ રોડ, નિર્મલા રોડ  વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ  ફુડનો ઉપયોગ થતો હોય, કુલ ૨૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી ૧૦ કિ.ગ્રા. દાજીયુ તેલ, ૩ કિ.ગ્રા. ગાંઠીયાનો વાસી સોસ, ૨ કિ.ગ્રા. વાસી જલેબી, વાસી પપૈયાનો સંભારો ૧ કિ.ગ્રા., વાસી ૪ કિ.ગ્રા. મિઠાઇ, ૩.૫ કિ.ગ્રા. વાસી અખાદ્ય બટેટા, વાસી સડેલ ૨ કિ.ગ્રા. ફ્રુટ સહિત કુલ રપ કિલો વાસી ખોરાકનો નાશ કર્યો હતો.

ટ્રી સ્ટ્રીટ (તનીશા ફુડ્સ) મહિલા કોલેજની બાજુમાં,કાલાવડ રોડમાંથી વાસી ૧૦ કિ.ગ્રા. દાજીયુ તેલ, ૩ કિ.ગ્રા. ગાંઠીયાનો વાસી સોસ, ૨ કિ.ગ્રા. વાસી જલેબી, વાસી પપૈયાનો સંભારો ૧ કિ.ગ્રા.તેમજ હાઇજીનીક કન્ડીશનની જાળવણી અંગે અને ફુડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

S.A. ફીશ સેન્ટર અટીકા મે. રોડ, ગણેશ સ્ટીલની બાજુમાંથીં હાઇજીનીક કન્ડીશનની જાળવણી અંગે અને ફુડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

બાપાસિતારામ ડેરી  હરિધવા માર્ગ,કોઠારીયા રોડમાંથી  વાસી ૪ કિ.ગ્રા. મિઠાઇ તેમજ મિઠાઇમાં સ્થળ પર મેન્યુફેકચરીંગ અને બેસ્ટ બિફોર ડેઇટ દર્શાવવા અને ફુડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

ક્રિષ્વા ફુડ ઝોન નિર્મલા રોડ ૩.૫ કિ.ગ્રા. વાસી અખાદ્ય બટટા, હાઇજીનીક કન્ડીશનની જાળવણી તેમજ ફુડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

ભોલે ફ્રુટ સેન્ટર પંચાયત ચોક,યુનિવર્સિટી રોડમાંથી વાસી સડેલ ૨ કિ.ગ્રા. ફ્રુટ તેમજ ફુડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ વગેરેનો સમાવેશ છે.

નમુનાની કામગીરી

જયારે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલઃ- (૧) શુધ્ધ ઘી (લુઝ) સ્થળઃ આઇ મોગલ ડેરી ફાર્મ, અભિલાષા એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, જગન્નાથ ચોક, રાજકોટ (૨) Schmitten Luxury Chocolate Dark Chocolate With rich roasted almonds (70 gm pkd), સ્થળઃ કનકાઇ એન્ટરપ્રાઇઝ, ચોકલેટ કોર્નર, ગ્રીનપર્લ રેસી. શોપ નં ૭, કેરવી પાન પાસે, કોટેચા ચોક, કાલાવડ રોડ (૩) ભેંસનું શુધ્ધ ઘી (લુઝ), સ્થળઃ- ક્રિષ્ના ઘી ભંડાર, કેવડાવાડી મે. રોડ, ગરબી ચોક (૪) SPAN LITE FAT (from 15 kg sealed pkd tin) સ્થળઃ- મહાદેવ દિવેલ, બ્રાહ્મણીયાપરા -૪, ત્રાંસિયો રોડ, પેડક રોડ, રાજકોટ એમ કુલ ૪ ખાદ્ય પદાર્થોના નમૂનાં લેવાયેલ.

(3:41 pm IST)