Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કપચીમાં મેટ્રીક ટને રૂ.૫૦નો ભાવ વધારો કરતાં વેપારીઓ

ડીઝલ, મશીનરી પાર્ટસ, લોખંડ, સહિત રો-મટીરીયલમાં અસહ્ય ભાવ વધારાના લીધે ન છુટકે ભાવ વધારાનો લેવાયો નિર્ણયઃ બ્લેક ટ્રેપ એસો.ની મીટીંગ મળી

રાજકોટઃ તા.૨૧, લોખંડ, ટાયર, ડીઝલ, મશીનરી સહિત રો-મટીરીયલમાં છેલ્લા ઘણા સમયથી થયેલ અસહ્ય ભાવવધારાના કારણે કપચીમાં મેટ્રીક ટને રૂ.૫૦નો ભાવ વધારાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયાનું જણાવાયું છે.

રાજકોટ જીલ્લા બ્લેકટ્રેપ એસોસીએશનની ખાનગી હોટલમાં મિટીંગ મળી હતી. જેમાં બિપીનભાઇ ઝાલાવડીયા, રાણાભાઇ કુછડીયા મોે.૯૮૭૯૮  ૭૮૭૪૯, રાજુભાઇ જલુ, એભલભાઇ જલુ, મુકેશભાઇ ભુત, હાર્દિકભાઇ સુરેજા, નારણભાઇ પટેલ, ચીકુભાઇ ગણાત્રા, ભીખુભાઇ સોલંકી, ચીંતનભાઇ મહેતા, જયેશભાઇ સાપરીયા, રાજુભાઇ ગમારા, મનિષભાઇ મારૂ, કાનભાઇ પીઠીયા, જીતેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઇ જાદવ તથા રાજકોટ જીલ્લાના દરેક ક્રશર માલીકો હાજર રહેલ હતા.

જેમાં દરેક રો-મટીરીયલ જેમ કે ડીઝલ, એકસપોલજીવ તથા મશીનરી પાર્ટસ, લોખંડ, ટાયર વગેરે વસ્તુઓના અસહયભાવ વધારાના કારણે બ્લેકટ્રેપના નાના-મોટા વેપારીઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તો હાલ બ્લેકટ્રેપ મટીરીયર્લ્સ અમારેના છુટક ભાવ વધારાની ફરજ પડે છેે. મટીરીયર્લ્સની સાઇઝવાઇઝ ૪૦ એમ.એમ. કપચી, ૨૦ એમ.એમ. કપચી, ૧૦ એમ.એમ. કપચી, ૬ આઇટમમાં સર્વે વેપારીઓએ આગામી તા.૧ નવેમ્બર થી ૧ મે.ટને બ્લેકટ્રેપમાં રૂપિયા ૫૦નો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:42 pm IST)