Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોરોનાથી બચવા નાસ લેવાનું ઇલેકટ્રીક મશીન સાથે જ રાખો

ખડેપગે ફરજ બજાવી રહેલા સરકારી તંત્રોને સાથ અને સહકાર આપો

 કોરોના,સ્વાઈન ફ્લુ કે ઋતુ બદલાય ત્યારે વાયરલ ઇન્ફેકશનના વાયરસ નાક અને ગળા દ્વારા શરીરમાં પ્રવેશી જતાં હોય છે. તેને અટકાવવા માટે પીવાના સાદા પાણીને ગરમ કરીને તેનો નાસ લેવો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.નાસ લેવાથી નાકની અંદર જામી ગયેલો કફ છૂટો પડે છે ગળુ સાફ થઈ જાય છે અને માથું ભારે ભારે લાગતું હોય તો તેમાં પણ રાહત થઇ શકે છે.

દિવાળી જેવા પર્વનો આનંદ માણવા માટે લોકો ભીડભાડવાળી જગ્યાઓ પર એકઠા થતા હતા. તેને કારણે સમગ્ર દેશમાં ફરીથી કોરોનાના સંક્રમણના અહેવાલો છે. ઉપરાંત આગામી દિવસોમાં કડકડતી ઠંડીની અને કોલ્ડવેવ્ઝની પણ સંભાવના છે. આવા માહોલમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરી શકે જે સ્વાભાવિક છે.દ્યણા શહેરોમાં રાત્રી અને દિવસનો કરફ્યુ પણ લગાવી દેવામાં આવેલો છે. ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ પાડવાની નોબત પણ આવી ને ઉભી રહી છે.

 સરકારી તંત્રો કોરોનાને કાબૂમાં લેવા માટે ફરીથી ખડે પગે પૂરે પૂરી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યાછે.આવી પરિસ્થિતિમાં સરકારી તંત્રોને સાથ અને સહકાર આપીશું તો તેમનો કામ કરવાનો ઉત્સાહ પણ વધી જશે. આપણે પણ સ્વયં શિસ્ત દ્વારા કોરોનાની ચેનને તોડવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

નાસ લેવાનું ઇલેકટ્રીક મશીન સાથે જ રાખો

 સર્વીસ પર, દુકાને કે ટ્રાવેલિંગમાં જાવ ત્યારે નાસ લેવાનું ઇલેકટ્રીક મશીન સાથે જ રાખો. આ મશીન મેડિકલ સ્ટોર ઉપરથી આશરે ૨૫૦ રૂપિયાની કિંમતમાં આસાનીથી મળી રહે છે. આ મશીનથી પીવાનું સાદુ પાણી ગરમ કરીને તેનો વિવિધ રીતે ઉપયોગ કરવાથી કોરોના, સ્વાઈન ફ્લૂના કે અન્ય વાયરલ ઇન્ફેકશના વાયરસથી ઉપરાંત અસ્થમા અને ઉધરસ જેવી બિમારીઓથી પણ બચી શકાય છે.

 મશીનથી ગરમ કરેલા પીવાના સાદા પાણીનો ઉપયોગ કરવાની રીત

(૧) ગરમ કરેલા પાણીનો નાસ લેતા રહો (૨) ગરમ પાણીના કોગળા કરતા રહો (૩) ગરમ પાણી કયારેક કયારેક પીતા રહો (૪) ગરમ પાણીથી હાથ સાફ કરતા રહો (૫) દિવસમાં ત્રણેક વખત આ પ્રયોગ કરી શકાય

આ ઉપરાંત નીચેની તકેદારીઓ પણ ધ્યાનમાં રાખી શકાય

(૧)વિકસની ગોળી સાથે રાખો જયારે ભીડભાડવાળી જગ્યાએ જાવુ જ પડે એમ હોય તો ત્યારે મોઢામાં રાખી મૂકો(૨)રોલર બામને ગળા ઉપર લગાડવા માટે સાથે રાખી શકાય (૩)નાકમાં ઘી લગાડો (૪) શિયાળાની મોસમ છે એટલે કાનમાં રૂ ભરાવી ને રૂમાલનો માસ્ક તરીકે ઉપયોગ  કરો (૫) ભીડભાડવાળી જગ્યાઓ થી દૂર રહેવું (૬)સરકારી તંત્રને પુરેપુરો સહકાર આપવો.

નોંધ : કોઈ પણ પ્રયોગનો અતિરેક ન થાય તે ખાસ જોવું

લેખક

અશ્વિન ભુવા

૮૩૨૦૫૫૬૦૧૨

૯૪૨૮૮૮૯૫૬૦

(3:28 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST