Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બાલકદાસ સોસાયટીમાં મેટલીંગ કામ

વોર્ડ નં. ૧૧ માં સમાવિષ્ટ બાલકદાસ સોસાયટીમાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજાની ગ્રાન્ટમાંથી રૂ.૧,૭૬૦૦૦ ના ખર્ચે રોડ મેટલીંગના કામો શરૂ કરાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખાતમુહુર્ત પ્રસંગે સાથી કોર્પોરેટરો પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી તેમજ સ્થાનિક આગેવાનો સર્વશ્રી અમરશીભાઇ પરમાર, સોસાયટીના સભ્ય ચનાભાઇ પરમાર, જેઠાભાઇ પરમાર, મગનભાઇ, વિજયભાઇ, દિપકભાઇ, તુષારભાઇ, ભરતભાઇ, હરિભાઇ, પ્રેમજીભાઇ, અસવંતભાઇ, દેવજીભાઇ, ધનભાઇ, માધાભાઇ, શારદાબેન, અંબાલાલ, મયુરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:29 pm IST)