Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

સહકારી સપ્‍તાહ અંતર્ગત ધ્‍વજવંદન

દેશના પ્રથમ વડાપ્રધાન સ્‍વ. જવાહરલાલ નહેરૂના જન્‍મદિનથી એક સપ્‍તાહ સુધી ‘સહકાર સપ્‍તાહ'ની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૭૦ માં અખીલ ભારત સહકાર સપ્‍તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા સંઘની ઓફીસે માધવ શરાફી સહકારી મંડળીના મેને.ડીરેકટર અને સહકાર ભારતી રાજકોટ શહેર પ્રમુખ ડો. એન. ડી. શીલુના હસ્‍તે ધ્‍વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. સમુહમાં સહકાર ગીતનું વાંચન પણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં અવધૂત ક્રેડીટ કો.ઓપ.ના ચેરમેન અને આર.એમ.સી. શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રવિણભાઇ નિમાવત, માંડવરાયજી શરાફી મંડળીના મેનેજર રશ્‍મિબેન મારડીયા, જિલ્લા સંઘના ડીરેકટર હેમંતસિંહભાઇ જાડેજા, જિલ્લા સંઘની મહિલા સમિતિના કન્‍વીનર પ્રફુલ્લાબેન સોની, સમિતિના સભ્‍યો, માર્કેટીંગ એડવાઇઝર કેયુરભાઇ બુચ, વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર રાજકોટના અધ્‍યાપક, સ્‍ટાફ તેમજ જુદી જુદી સહકારી સંસ્‍થાઓમાંથી સહકારી આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર ધ્‍વજ વંદન કાર્યક્રમનું સંચાલન સી.ઇ.આઇ. એ. જે. ઘેટીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સંઘના એકઝી. ઓફીસર પરેશભાઇ ફેફર તથા જિલ્લા સંઘના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

(5:41 pm IST)