Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી પ દિવસમાં ૧૬૪૬ બોટલ રકત એકત્ર

રાજકોટ : રાજકોટ સિવીલ હોસ્‍પિટલ અને જુનાગઢ સિવીલ હોસ્‍પિટલમાં બ્‍લડની જરૂરીયાતને ધ્‍યાને લઇ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર પાસે પેઢાવાદ ગામના સ્‍નેહીજનનું આકસ્‍મિક નિધન થતા તેમના સ્‍મરણાર્થે જલારામ જયંતિ નિમિતે રકતદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. સ્‍વ. સંજયભાઇ ખુંટની સ્‍મૃતિમાં મહીકા ગામે ભાગવત સપ્‍તાહ દરમિયાન શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સહયોગથી યોજાયેલ આ રકતદાન કેમ્‍પમાં ૧૬૪૬ બોટલ રકત એકત્ર થતા રાજકોટ સિવીલ બ્‍લડ બેન્‍કને  ૬૧૨ બ્‍લડ બોટલ્‍સ, જુનાગઢ સિવિલ હોસ્‍પિટલને ૧૩૫ બોટલ તેમજ અન્‍ય બ્‍લડ બેંકેનો ૮૯૯ બોટલ રકત અર્પણ કરવામાં આવ્‍યુ હતુ. પેઢાવાડા મહારકતદાન કેમ્‍પમાં અરસીભાઇ ઝાલા, જીતુભાઇ ઝાલા, દિનેશભાઇ સોલંકી, સંજયભાઇ સોલંકી, પઢાવાડા ગ્રામજનો, પરિવારજનો, રઘુવંશી મિત્ર મંડળ મહિકા રાજકોટ ખાતે ભીખાભાઇ ખુંટ, અનિલભાઇ ખુંટ, દીપકભાઇ ખુંટ, જીજ્ઞેશભાઇ, રસીકભાઇ, પંકજભાઇ ખુંટ, મહિકા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. હવે પછીનો રકતદાન કેમ્‍પ તા. ૩૦ ના ગુરૂવારે દિવ્‍યભાસ્‍કર પ્રેસના સ્‍થાપક રમેશજીના જન્‍મ દિવસે નાણાવટી ચોક ખાતે રાજકોટ સિવીલ હોસ્‍પિટલના લાભાર્થે યોજાશે. તેમ શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના પ્રમુખ વિનયભાઇ જસાણીની યાદીમાં જણાવાયુ છે.

(4:57 pm IST)