Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ગૌ-પાષ્‍ટમીના દિવસે ગીરગંગાપરિવાર ટ્રસ્‍ટ દ્વારા ગાયોનું પૂજન

રાજકોટ તા. ર૧: ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા આત્‍મીય સંકુલની અંદર ગૌ-પાષ્‍ટમી દિવસે ગાય પૂજનનો કાર્યક્રમ આત્‍મીય સંકુલની ગૌશાળાની અંદર રાખેલ હતો. સાથે મળીને ગાયને ચાંદલા કરી ગાયની પૂજા કરીને ઉજવણી કરેલ હતી.

આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના પ્રમુખ દિલીપભાઇ સખીયા તેમજ ટ્રસ્‍ટીઓ તેમજ આત્‍મીય સંકુલનો સ્‍ટાફ તેમજ સંજયભાઇ ટાંક, જયસિંહભાઇ પરમાર, ડો. શુકલા સાહેબ, મિલનભાઇ ભટ્ટ, વિશાલભાઇ ચાવડા, પ્રવીણભાઇ જોશી, કાન્‍તીભાઇ (સહજાનંદ ગૌવશાળા), મનીષભાઇ માયાણી, માધવભાઇ પાંભર, બચુભાઇ, લક્ષ્મનભાઇ શિંગાળા, રતીભાઇ ઠુંમર, પ્રદિપભાઇ મુંગલપરા તેમજ નામી-અનામી રાજકોટના ગૌ-પ્રેમી ભાઇઓ તેમજ બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(6:09 pm IST)