Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રામ નામ મે લીન : મોટા મવાના ૧૧ વર્ષના પ્રાજએ ગલ્લો તોડી રામ મંદિર માટે ૧૧,ર૧૦ આપી દીધા

રાજકોટ : અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે એકત્રીત થતી ઘનરાશીમાં મોટા મવાના ૧ર વર્ષનાં બાળકે પોતાની વર્ષોની બચતનો ગલ્લો તોડી અને રૂ. ૧૧,ર૧૦નો સહયોગ આપી. રાષ્ટ્રધર્મ અને  શ્રી રામ પ્રત્યેની અભૂતપૂર્વ શ્રધ્ધા વ્યકત કરી પ્રેરક કાર્ય કર્યુ હતું. મોટામવાના સરપંચ વિજયભાઇ કોરાટ ગામનાં વિકાસ અને ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર છે. ત્યારે તેમના જ પરિવારનાં પુત્ર પ્રાજને બાળપણથી જ ગલ્લામાં બચત કરવા ટેવ પડી પરંતુ પ્રાજે પોતાની આ બચત રામમંદિર નિર્માણ માટે જ આપવી છે તેવી જીદ પકડી ત્યારે સૌને આશ્ચર્ય થયુ કેમકે નાના બાળકે બચત કરી હોય તો તે પોતાની ગમતી વસ્તુ માટે તે વાપરે છે. તેનાં બદલે પ્રાજે પોતાની બચતનાં રૂ. ૧૧,ર૧૦ રામમંદિર નિર્માણ માટે સ્વામી પરમાત્માનંદજીને આપી. તેઓનાં આશિર્વાદ લીધા હતા. જે તસ્વીરમાં દર્શાય છે.

(2:49 pm IST)