Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

હડાળામાં બોયઝ હોસ્ટેલમાં પાણીના નળ સહિતની ચીજવસ્તુની ચોરી કરનારા બે પકડાયા

કુવાડવા પોલીસે પોપટ વડેચા અને કિશાન થારતીયાને દબોચ્યા

રાજકોટ, તા. રર : કુવાડવા રોડ પર હડાળા ગામના પાટીયા પાસે આવેલી હોસ્ટેલના કમ્પાઉન્ડમાંથી પાણીના ૪૦ નળ, ટીનનું કુકર, ખાંડણી, તપેલી સહિત રૂ. ૧ર હજારની મતાની ચોરી કરનારા બે શખ્સોને કુવાડવા રોડ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મોરબી રોડ મારવાડી કોલેજ પાસે બે શખ્સો શંકાસ્પદ મુદ્દામાલ સાથે રીક્ષામાં નીકળ્યા હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા અને મુકેશભાઇ સબાડને બાતમી મળતા પી.આઇ.એમ. સી.વાળા, પી.એસ.આઇ. પી.જી. રોહડીયા, એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ ગોહેલ, કિશોરભાઇ પરમાર, વિરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, જી.આર.ડી. સંદિપભાઇ ડાવેરા સહિતે મોરબી રોડ મારવાડી કોલેજ પાસેથી જી.જે. ૩ એ. ડબલ્યુ પ૯૩પ નંબરની રીક્ષામાં સીટની પાછળથી એક બાચકામાંથી ચોરાઉ સ્ટીલના પાણીના ૪૦ નળ, ટીનનું કુકર, ૧ર ટીનની ઇટલી બનાવવાની પ્લેટ, ખાંડણી, એક તપેલી સહિત રૂ. ૧ર૪૦૦ની મતા સાથે પોપટ મનસુખભાઇ વડેચા (ઉ.વ.૩ર) (રહે. ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે ઝુપડામાં) અને લક્ષ્મીનગર નાલા પાસે ઝુપડામાં રેહતો કિશન રમેશભાઇ થારતીયા (ઉ.વ.રર) ને પકડી લીધા હતા. પુછપરછ કરતા બંનેએ હડાળા પાસે એક હોસ્ટેલના કમ્પાઉન્ડમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(2:51 pm IST)