Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વેપાર-ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચેમ્બર ઓફ કોમર્સને મુખ્યમંત્રીની ખાતરી

વિવિધ ચેમ્બરોની સંકલન સમિતિ સાથે સરકાર બેઠકો યોજશેઃ બે મહિને નાણામંત્રી સાથે ને દર ૩ મહિને મુખ્યમંત્રી સાથે બેઠક : ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે ટેક્ષ, જીઆઇડીસી, પ્રોફેશનલ ટેક્ષ, રાત્રી કફર્યુ નાબુદ કરવા સહિતના પ્રશ્નોથી મુખ્યમંત્રીને વાફેક કર્યા

રાજકોટ તા. રર : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગઇકાલે ગુજરાત ચેમ્બર, ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા વિવિધ એસોસીએશનનોના પ્રતિનિધિઓ એક મંચ પર રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે વિચાર -વિમર્શ કરી શકે અને પોતાના પ્રશ્નો વિસ્તૃત રીતે રજુ કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમનના પ્રારંભે રાજકોટ ચેમ્બર, ગુજરાત ચેમ્બર, ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ તથા હોટેલ સૌયાજીના પ્રતિનિધિઓ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને મોમેન્ટો અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રાએ મિટીંગમાં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના તમામ મહાનુભાવોને આવકારેલ તેમજ વેપાર-ઉદ્યોગને લગતા પ્રશ્નોનું યોગ્ય અને સચોટ અને નિરાકરણ આવે તેવી આશા વ્યકત કરેલ હતી.

ત્યાર બાદ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણવએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવેલ કે જયારે ભારત દેશમાં કોરોનાની શરૂઆત થયેલ ત્યારે ઘણા ઓછા લોકો પીપીઇ કીટ બનાવતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત દેશ પીપીઇ કીટ બનાવતો વિશ્વમાં બીજા નંબરનો દેશ બન્યો છે. આતમનિર્ભરતાની તાકાત છે. ભારત દેશમાં એફડીઆઇના ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત રાજય પ૩% સાથે સૌથી મોખરે છે. કોરોનાની રસીમાં પણ ભારત સ્વનિર્ભર બની પડોશી દેશોને રસી પહોંચાડી રહ્યું છે સાથોસાથ વેપાર-ઉદ્યોગને વિકાસને લગતા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા અને તેનું યોગ્ય નિરાકરણ આવે તે ચેમ્બરોની ફરજ છે. અને રાજયના વિકાસમાં હંમેશા તમામ ચેમ્બરોને સિંહફાળો આપ્યો છે.

વધ ુ વિગતો આપતા પ્રમુખશ્રીએ જણાવેલ કે વેપાર-ઉદ્યોગને લગતા ઘણા પ્રશ્નોે અને સમસ્યાઓ  મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર મુકેલ જેમાં ખાસ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલીસીમાં નાના મોટા ફેરફાર કરવા  જરૂરી છે. સોલાર પોલીસીમાં જમીન એનએ કરવાને બદલે બીન ખેતીનો આકાર લઈ પ્રક્રિયા સરળ  બનાવવી, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલીસીમાં ફેરફારો કરવા, ઈન્ડસ્ટ્રીયલ સુચિત સોસાયટીઓને  ધારાધોરણની ફી લઈ રેગ્યુલાઈઝ કરવી, પાપડમાં જીએસટીમાં ૦ ટકા ને બદલે ૧૮૪ ટેક્ષ વસુલાય છે તો  તેમાં ઘટતું કરવું, ઈમિટેશન એસેસરીઝમાં ૩ ટકાને બદલે ૧૮ ટકા વસુલાય છે તો તેમાં રજીઓનલ ચેમ્બરોને  સાથે રાખી જીએસટી સંકલન સમિતિની રચના કરી સમયાંતરે મિટીંગો બોલાવવી, રાજકોટ ચેમ્બર તથા  ગુજરાત ચેમ્બરને પોતાનો વ્યાપ વધારવા ટોકનદરે જમીન ફાળવી અને ગ્રાન્ટ આપવી, રાજકોટ-અમદાવાદ  હાઈ-વે ૬ લેન માટે કુવાડવા જીઆઈડીસીના જમીન ધારકોને કપાત અંગે વળતર આપવું, ખિરસરા  જીઆઈડીસીમાં જમીન લેવલ કરવા બાબત, જીઆઈડીસીના સોલીડ વેસ્ટના નિકાલ માટે જમીન ફાળવવી,  એમએસએમઈનો વ્યાપ વધારે હોય નવી જીઆઈડીસી ફાળવી ૩૦૦૦ મીટરને બદલે ૫૦૦૦ મીટર  જમીન ફાળવવી, પ્રોફેશનલ ટેક્ષ સદંતર નાબુદ કરવો, રાજકોટ ખાતે આજી રિવરફન્ટની કામગીરો ઝડપી  બનાવવી, રીજીઓનલ ચેમ્બરો સાથે દર બે મહિને મિટીંગ કરી વેપાર-ઉધોગોના પ્રન્નોનો નિકાલ  લાવવો, ઉપરાંત કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ ચુકી છે અને કોરોનાનું સંક્રમણ ઘટયું છે ત્યારે  રોજના ૪ શહેરોમાં રાત્રી કર્ફયું નાબુદ કરવો જેવા વિવિધ. પ્રશ્નો મુખ્યમંત્રોશ્રીને લેખિતમાં આપ્યા બાદ  ધ્યાન ઉપર મુકવામાં આવ્યા હતા.   

ત્યારબાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી નટુભાઈ પટેલએ પોતાના પ્રાસંગીક  પ્રવચનમાં આ મિટીંગનું ઓયોજન કરવા બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યકત કરેલ અને ગુજરાત  વેપાર-ઉદ્યોગને લગતા પ્રશ્નોેની ચર્ચા-વિચારણ। કરી તેનો સત્વરે નિરાકરણ લાવવા મુખ્યમંત્રીેશ્રીને  વિનંતી કરેલ હતી.  

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ વેપાર-ઉદ્યોગની  આ મિટીંગમાં આમંત્રીત કરવા બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યકત કરતા જણાવેલ કે ચેમ્બર એ  મહાજન છે અને મહાજનોની ગરીમા અને પરંપરાનો ઈતિહાસ ભુતકાળથી ચાલ્યો આવે છે ત્યારે  મહાજનોની ઘણી અપેક્ષાઓ હોય છે અને તેને સાર્થક કરી યોગ્ય નિરાકરણ લાવવા માટેના પ્રયાસો  સરકાર કરી રહી છે. રાજય સરકાર દ્વારા વેપાર-ઉદ્યોગને પ્રથમ પ્રાધાન્ય આપી તેની ગતિવિધીઓને  વધુ વેગવંતી કરવા માટે ઘણી નવી પોલીસીઓ, રાહત પેકેજો ફાળવવામાં આવ્યા છે અને તેને કારણે  રોજગારી પણ વધી છે. એમએસએમઈ ને વધુ મજબુત બનાવવા પ્રયાસો કરી રહયા છીએ. રાજય  સરકાર ઈમાનદારી, પારદર્શકતા, નિર્ણાયકતા અને સંવેદનશીલતા આ ચાર પાયા ઉપર કામ કરી રહી  છે. ત્યારે આ ચાર પાયાને લક્ષમાં લઈ રાજયના વિકાસને અમો આગળ ધપાવી રહયા છીએ અને નવું  ભારત તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવું છે.   

રાજય સરકાર હજુ વધુ નવી જીઆઈડીસી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં બહુમાળી બનાવી  ઉદ્યોગકારોનું કોસ્ટીંગ નીચું લાવવું અને જે રોકાણ કરે છે તેનું કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ ઓછું થાય, વ્યાજનું  ભારણ ઘટે એ સરકાર પ્રયત્નશીલ છે. જીઆઈડીસીના અનેક  પ્રશ્નો  હતા તે રાજય સરારે આત્મનિર્ભર  ગુજરાતમાં રૂ. ૪પ૦ કરોડ ફાળવી પ્રશ્નોને હલ કરી દીધા છે અને હજુ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સપનાને સૌ સાથે મળી સાર્થક કરવાનું છે. વિશ્વની હરીફાઇમાં રાજય સરકાર ઉભુ રહેવા માટે તૈયાર છે. એકસપોર્ટના માર્કેટો સર કરવા છે. ત્યારે ચાઇનાની જેમ આપણે પણ મેઇડ ઇન ઇન્ડીયા કે મેઇડ ઇન ગુજરાત પ્રોડોકટોને પ્રાધાન્ય આપીએ. મોરબીનો સિરામીક ઉદ્યોગ ચાઇનાને એકસપોર્ટ કરે છે અને હાલ ૧પ૦૦૦ કરોડનું એકસપોર્ટ ગાય છે તે આપણા માટે ગૌરવની વાત છે. આથી રાજય સરકારે ગુજરાતના વેપાર-ઉદ્યોગ માટે એમએસએમઇ, સોલાર, ટુરીઝમ જેવી અનેક પોલીસીઓ અને રાહત પેકેજો આપી વેપાર ધંધાની ગતિવિધિઓ વધારવા પ્રયાસ કર્યા છે. ગુજરાત સરકારે સોલાર પોલીસી અપનાવી વિજળી સરપ્લેસ કરી ઉદ્યોગોને વિજકરમાં રાહત આપવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સાથોસાથ વેપાર-ઉદ્યોગને લગતા કોઇ પણ પ્રશ્નો હોય તો આવનારા સમયમાં રીજીયોનલ ચેમ્બરની સંકલન સમીતીની રચના કરી દર બે મહીને નાણાપ્રધાનશ્રી નિતીનભાઇ પટેલ સાથે અને દર ત્રણ મહિને મુખ્યમંત્રીશ્રી સાથે મીટીંગનું આયોજન કરી ઉદ્યોગોને લગતા જે કાંઇ પ્રશ્નો હશે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી.

આ કાર્યક્રમમાં તમામ ચેમ્બરો, વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ અગ્રણીશ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમના અંતે રાજકોટ ચેમ્બરના માનદ મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયાએ આભાર વ્યકત કરેલ અને ચેમ્બરના તમામ કારોબારી સભ્યોએ ખુબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. 

(3:54 pm IST)