Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

અમૃત ક્રેડીટ સોસાયટીના ૧૧.૫૦ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

ચેકની રકમ મુજબનું વળતર ચુકવવા પણ અદાલતનો આદેશ

રાજકોટ, તા.૨૨: અત્રે અમૃત ક્રેડીટ કો.ઓપ.સો.લી. જે લક્ષ્મીનગર પી.જી.વી.સી.એલની બાજુમાં રાજકોટ ખાતે આવેલ છે. ક્રેડીટ સોસાયટી જરૂરીયાતમંદ વ્યકિતે લોન આપવાનું કામકાજ કરે છે. નટવરસિંહ ભાવસિંહ નકુમ 'પંચવટી' નવિ કલેકટર ઓફિસ પાસે રાજકોટ ખાતે રહે છે તેઓએ અમૃત ક્રેડીટ સોસા.ના નિતી નિયમ મુજબ રૂ.૨૫,૦૦,૦૦૦/ પચ્ચીસ લાખ પુરાની મોર્ગેજ લોન લીધેલી હોય, અને તે લોનના ચડત હપ્તા પેટે નટવરસિંહ નકુમ એ ફરીયાદી અમૃત ક્રેડીટ સોસાયટીને પોતાની સહીવાળો ધ કો.ઓ.બેંક રાજકોટ લી.નો રૂ.૧૧,૫૦,૦૦૦/ અંકે રૂપિયા અગ્યાર લાખ પચાસ હજાર પુરાનો ચેક આપેલ હતો તે ચેક અમૃત ક્રેડીટ સોસા.એ પોતાની બેંકમાં વટાવવા નાખતા તે ચેક રીટર્ન થયેલ હોય, તેથી ફરીયાદી અમૃત ક્રેડીટ સોસાયટીના મેનેજર સતીષભાઇ પરસોતમભાઇ પાંભરે ચીફ.જયુ મેજી સમક્ષ આરોપી નટવરસિંહ નકુમની સામે ધ નેગોશીયેબલ ઇસ્ટુ.એકટની કલમ ૧૩૮ નીચે ફરીયાદ ગુજારેલ હતી. જેમાં કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ ફરીયાદ ચાલી જતા નામ.કોર્ટે ઠરાવેલ કે, આરોપીએ લોનના હપ્તા પેટે આપેલ ચેક મુજબની રકમ અદા કરવામાં પોતાની ફરજ અદા કરવામાં કશુર કરેલ છે. કાયદા પાછળનો હેતુ તથા આરોપીની વર્તણુંક લક્ષમાં રાખતા આરોપી પ્રત્યે દયા રાખવી ન જોઇએ નહિં, અને સમાજમાં દાખલો બેસે લોકોનું બેન્કીંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે આરોપીને ચોકકસપણે સજા કરવી જોઇએ તેવું આ અદાલતનું માનવું છે. વિશેષમાં અદાલતે ઠરાવેલ કે, કાયદો ઘડવા પાછળનો લેજીસ્લેચરનો ઇરાદો કાયદાને અસરકારક બનાવવાની મુખ્ય ફરજો અદાલતની છે અને જો તે મુજબ ન કરવામાં આવે તો લોકોનો બેંકીંગ વ્યવહારમાં વિશ્વાસ ઉઠી જશે લોકો ચેકનો બેફામ દુરઉપયોગ કરતા અચકાશે નહિ જેના કારણે ભારતીય અર્થતંત્ર જે વિકાસશીલ અર્થતંત્ર છે તેને નુકશાન થાય તેમ હોય તેવું ઠરાવીને તેમજ ફરીયાદ પક્ષના એડવોકેટશ્રી સંજયભાઇ પંડયાની દલીલ તેમજ રજુ રાખેલ સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને લઇને નામદાર ૧૨માં એડી ચીફ.જયુ.મેજીસ્ટ્રેટ શ્રી પંડયા સાહેબ એ આરોપીના નટવરસિંહ ભાવસિંહ નકુમને નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ કલમ ૧૩૮ નીચે તકસીરવાન ઠરાવીને ૧ વર્ષની કેદ અને ચેકની રકમ રૂ.૧૧,૫૦,૦૦૦/ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજય એચ.પંડયા તેમજ મનિષ એચ.પંડયા રવિ ધ્રુવ, ઇરશાદ શેરસીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા અને જયદેવસિંહ ચૌહાણ રોકાયેલ હતા.

(3:57 pm IST)