Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટનું ૫૦.૭૨ % મતદાન

પુનરાગમન કે પરિવર્તન ? 'આપ' કોને ફળશે ?

ગત ૨૦૧૫ સરખામણીએ ૧.૧૯ ટકા વધ્યુ : સૌથી વધુ વોર્ડ નં. ૧૫માં ૫૮.૧૮ ટકા તથા સૌથી ઓછુ વોર્ડ નં.૧માં ૪૫.૦૨ ટકા મતદાન થયુ

રાજકોટ,તા. ૨૨ : ગઇ કાલે રાજકોટ મહાનગરપાલિકાની સામાજ્ય ચૂંટણી અંતર્ગત યોજાયેલી મતદાન પ્રક્રિયામાં અંદાજીત સરેરાશ કુલ ૫૦.૭૨ ટકા મતદાન નોંધાયુ હતું. જેનુ પરિણામ આવતીકાલે તા.૨૩નાં મંળગવારે જાહેર થશે.

રાજકોટમાં કુલ ૧૦,૯૩,૯૯૧ મતદારોમાંથી ૫,૫૪,૧૪૮ મતદારોએ મતદાન કર્યું  ૫,૬૭,૦૦૧ પુરૂષમાંથી ૩,૦૯,૨૫૪ મતદાન કર્યું , ૫,૨૬,૯૯૦ સ્ત્રીમાંથી ૨,૪૫,૬૦૯ એ મતદાન કર્યુ રાજકોટ મનપાની ચૂંટણીમાં ૧૮ વોર્ડના ૨૭૩ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે .  ગઇ કાલે રાજકોટ મનપાની ચૂંટણીમાં ૫૦.૭૨ ટકા મતદાન થયું હતું. રાજકોટ મનપાની ચૂંટણીમાં ગત ૨૦૧૫ ની ચૂંટણી કરતા એક ટકા મતદાન વધ્યું છે . ૨૦૧૫ માં મનપાની ચૂંટણીમાં ૪૯.૫૩ ટકા મતદાન થયું હતું . જેના પરિણામે ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠક પર જીત મળી હતી . આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિ - પાંખીયો જંગ ખેલાયો છે . જેમાં આમ આદમી પાર્ટીનો અંડર કરંટ પણ જોવા મળી રહ્યો છે . આ વખતે રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ ૬૦ ટકા મતદાન થવાની શકયતા હતી પરંતુ તેની અપેક્ષઆ કરતા ઓછું મતદાન થયું છે . સ્ત્રી કરતા પુરૂષ મતદારોનું ૮ ટકા મતદાન વધ્યું છે .

ગત ચૂંટણીમાં રાજકોટ મનપાના વોર્ડ નંબર ૧૫ માં સૌથી વધુ ૬૧.૮૯ % મતદાન થયું હતું જયારે આ વખતે ૫૮.૧૮ ટકા મતદાન નોંધાયું છે . એટલે કે ૨૦૧૫ ની દ્રષ્ટિએ ૩ ટકા ઓછું મતદાન થયું છે . ૨૦૧૫ માં વોર્ડ નંબર ૨ માં સૌથી ઓછું ૪૨.૭૨ ટકા મતદાન થયું હતું જેની સામે આ વર્ષે વોર્ડ નંબર ૧ માં ૪૫.૧૬ ટકા મતદાન નોંધાયું છે .રાજકોટ મનપાની અંદર સૌથી વધુ પાટીદાર મતદારોનો સમાવેશ થાય છે . રાજકોટના વોર્ડ નંબર ૪ , ૫ , ૬ , ૮ , ૯ , ૧૦ , ૧૧ , ૧૨ , અને ૧૮ માં પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે અને ગત મનપાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની અસર જોવા મળી હતી અને સરસાઇ ભર્યા પરિણામ વચ્ચે ભાજપ સત્ત્।ા પર આવ્યું હતું . ત્યારે આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના કારણે મતોનું વિભાજન જરૂર થયું છે . મતોના વિભાજન વચ્ચે આ વર્ષે રાજકોટ મનપાનું પરિણામ શું આવશે તેના પર લોકોની મીટ મંડાઇ રહી છે.

વોર્ડ

વર્ષ -૨૦૧૫

વર્ષ-૨૦૨૧

નંબર

(ટકવારીમાં)

(ટકાવારીમાં)

વોર્ડ નં. ૧

૪૬.૬૭

૪૫.૦૨

વોર્ડ નં. ૨

૪૨.૮૯

૪૮.૧૯

વોર્ડ નં. ૩

૪૭.૩૬

૫૦.૫૮

વોર્ડ નં. ૪

૫૩.૨૧

૫૭.૫૯

વોર્ડ નં. ૫

૫૨.૪૯

૫૪.૧૭

વોર્ડ નં. ૬

૫૪.૧૭

૫૪.૫૦

વોર્ડ નં. ૭

૪૨.૭૨

૪૮.૭૫

વોર્ડ નં. ૮

૪૪.૯૪

૪૯.૯૮

વોર્ડ નં. ૯

૪૫.૧૦

૪૮.૪૬

વોર્ડ નં. ૧૦

૪૫.૫૩

૫૦.૦૪

વોર્ડ નં. ૧૧

૫૩.૪૮

૪૯.૪૬

વોર્ડ નં. ૧૨

૫૩.૪૮

૫૧.૯૮

વોર્ડ નં. ૧૩

૫૦.૭૬

૫૦.૯૬

વોર્ડ નં. ૧૪

૪૬.૦૮

૪૮.૨૩

વોર્ડ નં. ૧૫

૬૧.૮૯

૫૮.૧૮

વોર્ડ નં. ૧૬

૫૩.૮૦

૪૮.૩૪

વોર્ડ નં. ૧૭

૪૭.૫૬

૫૧.૭૨

વોર્ડ નં. ૧૮

૫૭.૫૧

૫૧.૦૫

કુલ

૪૯.૫૩

૫૦.૭૨

(2:50 pm IST)