Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટ કોર્પોરેશનની કાલે મતગણત્રી : શહેરભરમાં ઉત્તેજના

સવારે ૯ વાગ્યાથી વીરબાઇમા મહીલા કોલેજ-ચૌધરી હાઇસ્કુલ-વીરાણીહાઇસ્કુલ એવીપીટી-PDM પુજય રણછોડદાસજી કોમ્યુનીટી હોલ એમ ૬ સ્થળે ગણત્રી થશે : પહેલા સર્વીસ વોટર્સના મતો બાદમાં પોસ્ટલ બેલેટના મતો ગણાશેઃ દરેક ગણત્રી હોલમાં ૧ર થી ૧૩ ટેબલો બપોરે ૩ વાગ્યે ચીત્ર ફાઇનલ થશે : દરેક સ્થળે ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ કાલે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોગરૂમ ખોલાશેઃ જડબેસલાક પોલીસ બંદોબસ્ત : કુલ ૯૮ર નો ગણત્રી સ્ટાફ દરેક ટેબલ ફરતે જાળીવાળી બેરીકેટ તૈયાર કરી લેવાઇઃ મોબાઇલ લઇ જવાની મનાઇ સઘન ચેકીંગ

રાજકોટ તા.રર : રાજકોટ મહાનગર પાલીકાની ૭ર બેઠકોની ચુંટણી શાંતિપૂર્ણ થઇ, કોઇ બનાવ ન બન્યા કે વધુ ફરીયાદો પણ ન આવી.

હવે કાલે શહેરમાં ૬ મતગણત્રી સ્થળે જે તેે બેઠકના રીર્ટનીંગ ઓફીસરો દ્વારા સવારે ૯ વાગ્યાથી ઇવીએમમાં પડેલા મતોની ગણત્રી શરૂ થશે, પહેલા સર્વીસ વોટર્સ, બાદમાં ૧૦૮પ જેટલા પોસ્ટલ બેલેટના મતો અને ત્યારબાદ ઇવીએમની ગણત્રી શરૂ થશે અને બપોરે ૩ વાગ્યા બાદ ચિત્ર ફાઇનલ થઇ જશે.

રાજકોટમાં કુલ પ૦.૭ર ટકા મતદાન થયું છે. કુલ ૧૦ લાખ ૯૩ હજાર ૯૯૧ મતદારોમાંથી ૩ લાખ ૯ હજાર રપ૪ પુરૂષ અને ર લાખ ૪પ હજાર ૬૦૯ સ્ત્રી મતદારો સાથે કુલ પ લાખ પ૪ હજાર ૮૬૩ મતોની ગણત્રી થશે.

કુલ ૬ સ્થળે મતગણત્રીમાં વોર્ડ નં.૧ થી ૩ ની ગણત્રી વીરબાઇમાં મહિલા કોલેજ, નિર્મલા રોડ ખાતે આર.ઓ.શ્રી પુજા જોટણીયા દ્વારા વોર્ડ નં. ૪ થી ૬ ની ગણત્રી એ.એસ.ચૌધરી હાઈસ્કુલના સભાગૃહમાં આર.ઓ.શ્રી ડી.બી.આર્ય દ્વારા, વોર્ડ નં. ૭ થી ૯ ની ગણત્રી-વીરાણીહાઇસ્કુલ ખાતે આર.ઓ. શ્રી પુજા બાવડા દ્વારા, વોર્ડ નં. ૧૦ થી ૧રની ગણત્રી એવીપારેખ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઓલ્ડ બિલ્ડીંગ એવીપીટી ખાતે આર.ઓ. શ્રી સુનિલ ચૌધરી દ્વારા, વોર્ડ નં. ૧૩ થી ૧પની ગણત્રી પી.ડી.માલવિયા કોલેજ ખાતે આર.ઓ. શ્રી સિદ્ધાર્થ ગઢવી દ્વારા અને વોર્ડ નં. ૧૬ થી ૧૮ ની ગણત્રી પુજય રણછોડદાસજીબાપુ કોમ્યુનિટી હોલ આનંદનનગર મેઇન રોડ વાણીયાવાડી ખાતે આર.ઓ. કે.વી.મોરી દ્વારા યોજાશે.

ત્રણત્રી દરમ્યાન કુલ ૯૮ર નો ગણત્રી સ્ટાફના ઓર્ડર કર્યા  છે ગણત્રી સ્થળે અંદર મોબાઇલ લઇ જવાની મનાઇ ફરમાવાઇ છે. ર૦૦ મીટરના એરીયામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત રખાયો છે.

ગણત્રી સ્થળે કલેકટર-એડી.કલેકટર તથા ચુંટણી ઓબર્ઝવર, ડો.મનીષા ચાંદ્રા ખાસ હાજર રહેશ.ે દરેક ગણત્રી સ્થળે દરેક હોલમાં ૧ર થી૧૪ ટેબલો ફીકસ કરાયા છે દરેક ટેબલ ફરતે જાળી બેરીકેડ ફીકસ કરાયા છે. અને મુખ્ય ગણત્રીદાર આસીસ્ટન્ટ અને પક્ષના કાઉન્ટીંગ એજન્ટો રહેશે.ાઉન્ડ વાઇસ વિગત જોઇએ તો વોર્ડ નં. ૧ થી ૩માં ૧ર રાઉન્ડ, વોર્ડ નં.  ૪ થી ૬માં ૧ર રાઉન્ડ ૭ થી ૯માં ૧ર, ૧૦ થી ૧રમાં ૧ર રાઉન્ડ, ૧૩ થી ૧પમાં ૧૧ રાઉન્ડ, અને વોર્ડ નં.૧૬ થી૧૮માં ૧૪ રાઉન્ડમાં ગણત્રી થશે.

(2:50 pm IST)