Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ગોંડલના ચોરડીમાં કિરીટ સરવૈયાએ ઝેરી દવા પીધીઃ રાજકોટ ખસેડાયો

પત્નિ, સાસુ, સાળીની હેરાનગતિ કારણભુત હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: ગોંડલના ચોરડી ગામે રહેતાં અને વેલ્ડીંગ કામની મજૂરી કરતાં કિરીટભાઇ કાળુભાઇ સરવૈયા (ઉ.વ.૩૮)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

કિરીટભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે આક્ષેપો સાથે કહ્યું હતું કે પત્નિ સોનલ વારંવાર માવતરે જતી રહે છે, આ કારણે સંતાનનું ભણતર બગડે છે. મેં તેને ત્યાં વારેઘડીએ જવાની ના પાડતાં તે, સાસુ તથા સાળી મળીને મારી સામે ખોટી ફરિયાદો કર્યા કરે છે. વારંવાર આવું થતું હોવાથી કંટાળીને દવા પી લીધી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)