Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીઃ સતત ત્રણ વખત ચેકીંગ છતા રપ જેટલા EVM મતદાન દરમિયાન બગડતા દેકારો

કોંગ્રેસ ઉમેદવારોના બટન જ બંધ થઇ ગયાના ગંભીર આક્ષેપો

રાજકોટ તા. રર : રાજકોટ મહાનગર પાલીકા ચૂંટણીમાં ગઇકાલે જે તે આર.ઓ.ના તંત્રને ઇવીએમને કારણે આખો દિવસ દોડધામ રહી હતી, ચૂંટણી પહેલા ત્રણ-ત્રણ વખત ચેકીંગ કરવા છતા કુલ ૧૮ વોર્ડમાંથી ૯ વોર્ડમાં રપ જેટલા ઇવીએમ બગડતા દેકારો મચ્‍યો હતો અને અનેક બુથમાં મતદાન અટકી પડયું હતું.ર૪ ઇવીએમમાં ર૧ બેલેટ યુનિટ તો ૪ કન્‍ટ્રોલ યુનિટમાં ખોટકો આવ્‍યો હતો જે વોટમાં ઇવીએમ બગડયા તેમાં વોર્ડ નં. ૧૧માં ૭, વોર્ડ નાં.૧-૪-૧રમાં-૩-૩, વોર્ડ નં.ર-૪માં ર તો વોર્ડ નં.૬,૭,૮,માં એક એક યુનિટ બગડયા હતા મોકપોલ દરમિયાન ૪ મશીન બગડતા બદલાવા પડયા હતા.

આヘર્યની વાત એ છે કે મોટા ભાગના ઇવીએમ મશીનમાં કોંગ્રેસ ઉમેદવારોના બટનમાં ખોટકો આવ્‍યાનું બહાર આવતા આ એક મોટુ કાવતરૂ હોવાના આક્ષેપો કરાયા હતા વોર્ડ નં. ૬ની શાળા નં.૧૪માં એકી સાથે ત્રણ મશીન બગડયા હતા તો બારદાન કન્‍યા વિદ્યાલય, મોદી સ્‍કુલ, જ્ઞાનસરીતા સ્‍કુલ, લાખાજીરાજ સ્‍કુલ, કુંડલીયા કોલેજ, કે.જી.ધોળકીયા સ્‍કુલ, અને પોલીસ હેડકવાર્ટરની આગણવાડી બુથમાં ઇવીએમ બગડયાની ફરીયાદો આવી હતી.

(4:03 pm IST)