Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટે પરંપરા તોડીઃ સુવા ટાઇમે જાગ્‍યુ!

બપોરનાં ૧ થી ૩ વાગ્‍યા સુધીમાં સૌથી વધુ ૧૦.૬૧ ટકા મતદાન થયુ

રાજકોટ,તા.૨૨: ગઇ કાલે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી અંતર્ગત યોજાયેલી મતદાન પ્રક્રિયામાં  સરેરાશ કુલ ૫૦.૭૨ ટકા મતદાન નોંધાયુ હતું.જેમાં સાંથી વધુ બપોરનાં ૧ થી ૩ વાગ્‍યા સુધીમાં ૧૦.૬૧ ટકા કતદાન થયું હતુ. સામાન્‍ય રીતે કોર્પોરેશન , વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીમાં સવારનાં સમયમાં જ મતદાન સારૂ થતું હોય છે. પરંતુ ગઇકાલે બપોરનાં સમયમાં મતદાનનો આંકડો વધ્‍યો હતો.

રાજકોટ મ.ન.પા.ની ગઇકાલે યોજાયેલ સામાન્‍ય ચંૂટણીની મતદાનની દર બે કલાકની ટકાવારીની આંકડાકીય માહિતી તરફ નજર કરીએ તો સવારનાં ૭ થી ૯ સુધીમાં ૫.૯૩ ટકા, સવારનાં ૯ થી ૧૧ વાગ્‍યા સુધીમાં ૯.૬૭ ટકા તથા બપોરનાં ૧૧ થી ૧ વાગ્‍યા સુધીમાં ૧૦.૫૨ ટકા, બપોરનાં ૧ થી ૩ વાગ્‍યા સુધીમાં ૧૦.૬૧ ટકા તથા બપોરનાં ૩ થી ૫ વાગ્‍યા સુધીમાં ૯.૦૨ ટકા સાંજનાં ૫ થી ૬ વાગ્‍યા સુધીમાં ૪.૯૯ ટકા મતદાન થયુ હતુ.તેમ ચૂંટણી અધિકારીએ સતાવાર યાદીમાં જણાવ્‍યુ હતુ.

(4:04 pm IST)