Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મતદાન કરી લોકશાહીને દીપાવવા બદલ મતદારોનો આભાર : મહાપાલિકામાં ફરી ભાજપનું શાસન સુનિヘતિ : ઉદયનો વિજય વિશ્વાસ

કાલે કોંગ્રેસ ફરી પોતાની નિષ્‍ફળતા છુપાવવા માટે ઇવીએમમાં ગરબડ, સરકારી મશીનરીના દુરૂપયોગના આક્ષેપો દોહરાવશે : પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેનના ચાબખા

રાજકોટ, તા. રર :  મહાપાલિકાની ચુંટણીમાં મતદારોએ જંગી મતદાન કરીને લોકશાહીને ખરા અર્થમાં દીપાવી છે ત્‍યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય સુનિ?તિ બની ગયો છે તેમ જણાવી પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન ઉદય કાનગડે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્‍યું હતું કે, આવતીકાલે ભાજપ વિજય સરઘસની તૈયારીમાં વ્‍યસ્‍ત હશે ત્‍યારે કોંગ્રેસીઓ કાલે ફરી પોતાની નિષ્‍ફળતા છુપાવવા માટે રાબેતા મુજબ પરાજય પચાવી નહિ શકવાના કારણે ઈવીએમમાં ગરબડ અને સરકારી મશીનરીના દુરૂપયોગના આક્ષેપો કરતા હશે. ભાજપ વિજયની પરંપરા દોહરાવશે અને કોંગ્રેસ ઉપર મુજબના આક્ષેપો કરશે.

વિશેષમાં પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને હંમેશા પોતાની નિષ્‍ફળતા છુપાવવાની જૂની આદત અને માનસિકતા છે. ખરા અર્થમાં કોંગ્રેસ પાર્ટી અને તેના ઉમેદવારોએ એ બાબતનું નિરીક્ષણ અને વિશ્‍લેષણ કરવું જોઈએ કે, તેની નકારાત્‍મકતાના કારણે જ લોકો તેનાથી દુર જઈ રહ્યા છે. રાજકોટ મહાપાલિકાના ૪૮ વર્ષના ઇતિહાસમાં ફક્‍ત એક જ વખત રાજકોટવાસીઓએ કોંગ્રેસને શાસન આપવાની ભૂલ કરી હતી, ત્‍યારબાદ તે ભૂલ કયારેય દોહરાવી નથી અને આવતીકાલે પણ તે ભૂલ દોહરાવશે નહિ તેનો પુરો વિશ્વાસ છે.

અંતમાં તેમણે ઉમેર્યું છે કે, સમગ્ર તંત્રએ લોકશાહીના પર્વને દીપાવવા માટે દિવસ રાત જોયા વિના કામગીરી કરી તે બદલ તમામ સરકારી વિભાગોનો આભાર વ્‍યક્‍ત કરું છું. લોકશાહીમાં વિકાસના મહત્‍વને મતદારો સમજ્‍યા છે અને ભાજપની તરફેણમાં જંગી મતદાન કર્યું છે તે બદલ મતદારોનો પણ આભાર વ્‍યક્‍ત કરું છું.

(4:12 pm IST)