Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કલેકટર તંત્રની આખીરાત કામગીરી ધમધમી

મતદાન પૂર્ણ થયા બાદ રીસીવીંગ ડીસ્‍પેચીંગ સહિતની કામગીરી મોડીરાત સુધી ચાલુ રહી લેખે : રીટર્નીંગ ઓફિસરોનો સ્‍ટાફ વ્‍હેલી સવારે ૪ વાગે ઘરે પહોચ્‍યોઃ મત ગણતરી સ્‍થળોએ બેરીકેટ, જાળી નાંખવા સહિતની કામગીરી આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે

રાજકોટ,તા.૨૨: ગઈકાલે મતદાન પૂર્ણ થયું કલેકટર તંત્ર દ્વારા આખીરાત કામગીરીને ધમધમાટ જોવા મળ્‍યો હતો. મોડીરાત સુધી કામગીરી ચાલી હતી. વ્‍હેલી સવારે સ્‍ટાફ ઘરભેગો થયો હતો.

ગઈકાલે સાંજે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રીસીવીંગ અને ડીસ્‍પેચીંગ સહિતની કામગીરી મોડીરાત સુધી ચાલુ હતી. રેવન્‍યુનો સ્‍ટાફ ધંધે લાગ્‍યો હતો. મતગણતરીના સ્‍થળે ઈવીએમ સ્‍ટ્રોંગરૂમમાં સીલ કરવા સહિતની કામગીરી મોડીરાત સુધી ચાલુ રહી હતી.

દરમિયાન હાલ રાત્રીના કર્ફયુનો સમય હોય કલેકટર તંત્રના સ્‍ટાફે આખીરાત કામગીરી બજાવી હતી. આશરે ૩ થી ૩૫૦૦ કર્મચારીઓનો સ્‍ટાફ સવારે ૪ વાગે ઘરે પહોચ્‍યો હતો.આવતીકાલે છ સ્‍થળોએ મતગણતરી થવાની છે. ત્‍યારે આ તમામ સ્‍થળોએ બેરીકેટ, ટેબલ, જાળી નાખવા સહિતની કામગીરી આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે.(

કયા વોર્ડની મતગણતરી કયાં થશેઃ માહિતી

વોર્ડ નં.

સ્‍થળ

૧ થી ૩

વીરબાઇ મહિલા કોલેજ  નિર્મલા રોડ

૪ થી ૬

ચૌધરી હાઇસ્‍કુલ

૭ થી૯

વિરાણી હાઇસ્‍કુલ

૧૦ થી ૧ર

એ.વી.પી.ટી.-ટાગોર રોડ

૧૩ થી ૧પ

પી.ડી.માલવિયા કોલેજ ગોંડલ રોડ

૧૬ થી ૧૮

પૂ. રણછોડદાસજીબાપુ કોમ્‍યુ.હોલ, આનંદનગર મેઇન રોડ

 

(4:27 pm IST)