Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

લગ્નની લાલચ આપી સગીરા ઉપરના દુષ્કર્મના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. રરઃ પાડોસમાં રહેતી સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારવા અંગે આરોપીની જામીન અરજી સેસન્સ અદાલતે ફગાવી દીધી હતી.

આ ફરીયાદની હકીકત એવી છે કે, મામાવાડી નવાગામ આણંદપર જી. રાજકોટના રહેવાસી આરોપી/અરજદાર શીવરાજભાઇ ભીમજીભાઇ ખાચર સામે ૧૪ વર્ષની સગીર વયની બાળાના માતા તા. ર૯-૧૧-ર૦ર૦ના રોજ એવી ફરીયાદ કરેલ કે તેની પાડોશમાં રહેતા અરજદાર આરોપી શીવરાજભાઇ ભીમજીભાઇ ખાચર તેમની સગીર વયની દીકરી કે જેમની ઉંમર ફકત ૧૪ વર્ષની હોય તેને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરેલ જેથી ફરીયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસ દ્વારા અરજદારની અટક કરેલ જેથી અરજદાર આરોપીએ જામીન ઉપર છુટવા હાલની જામીન અરજી કરેલ હતી.

સરકારપક્ષે સરકારી વકીલ દ્વારા જામીનનો વિરોધ કરતા જણાવેલછ કે ભોગ બનનારની ઉંમર ફકત ૧૪ વર્ષની હોય જયારે અરજદાર આરોપીની ઉંમર ૩૦ વર્ષની હોય આમ અરજદાર આરોપી ભોગ બનનાર સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કરી અપહરણ કરેલ આમ ભોગ બનનારની ઉંમર જોતા તેને સારા નર્સાની ખબર પડે નહિં પરંતુ અરજદાર પરિપકવ હોવા છતાં ગુન્હો આચરેલ છે તેમને અરજદાર આરોપી વિરૂધ્ધ કાયદાની કલમ ૩૭૬, ૩૬૩ તથા પોકસો જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ હોય આરોપીને જામીન ઉપર છોડી શકાય નહિં. જે રજુઆતને ગ્રાહય રાખીને કોર્ટે જામીન અરજી રદ કરી હતી. આ કામે એ.પી.પી. અનિલ ગોગીયા રોકાયા હતાં.

(4:42 pm IST)